ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / હવેથી આ નિયમોનું ઉલ્લંધન કર્યું તો વિઝા રદ! શું અમેરિકામાં રહેતા ભારતીયોને થશે અસર?

NRI / હવેથી આ નિયમોનું ઉલ્લંધન કર્યું તો વિઝા રદ! શું અમેરિકામાં રહેતા ભારતીયોને થશે અસર?

Published By: Nidhi Panchal

Last Updated: 09:00 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રન્ટ્સ મુદ્દે ફરી કડક થયા છે. હવે સરકાર 5.5 કરોડથી વધુ માન્ય US વિઝાધારકોની સમીક્ષા કરી રહી છે, જેના કારણે લાખો લોકો દેશનિકાલના ભયમાં જીવી રહ્યા છે.

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રન્ટ્સ મુદ્દે શરૂઆતથી જ કડક વલણ અપનાવ્યું છે. હવે તેમની સરકારએ એક મોટું પગલું ભરીને 5.5 કરોડથી વધુ માન્ય US વિઝા ધરાવતા લોકોની સમીક્ષા શરૂ કરી છે. આ કારણે અમેરિકામાં રહેલા કે અમેરિકામાં પ્રવેશ કરેલા ઘણા વિદેશી નાગરિકો દેશનિકાલના ભયનો સામનો કરી રહ્યા છે.

visa-simple_0

US સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ વિઝાધારકોની તપાસ થશે કે તેઓ અમેરિકામાં પ્રવેશવા કે રહેવા માટે લાયક છે કે નહીં. જો કોઈ શંકાસ્પદ મળી આવશે તો તેમનો વિઝા રદ કરવામાં આવશે અને જો તેઓ અમેરિકા અંદર હશે તો તેમને દેશનિકાલ કરવામાં આવશે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જ તેમણે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા અથવા અહીં રહેતા લોકોને બહાર કરવાનો જોરદાર પ્રયાસ શરૂ કર્યો છે.

trump-simple

અનેક મુદ્દાઓ ચકાસવામાં આવશે

સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, તપાસ દરમ્યાન અનેક મુદ્દાઓ ચકાસવામાં આવશે જેમ કે – વિઝામાં દર્શાવેલા સમય કરતાં વધારે સમય રોકાવું, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવી, જાહેર સલામતી માટે ખતરો ઉભો કરવો, આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણી અથવા આવા સંગઠનોને ટેકો આપવો. તેઓએ જણાવ્યું કે વિઝા જારી થયા પછી જો કોઈ નવી માહિતી બહાર આવે જે અયોગ્યતા દર્શાવે તો તે પણ આ સમીક્ષામાં ગણાશે.

app promo3

ફરી અમેરિકા નહીં આવી શકો

માઈગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતના જણાવ્યા અનુસાર 55 મિલિયન વિઝાની સમીક્ષા કરવી એક લાંબી અને ભારે પ્રક્રિયા છે. તેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જે હાલ અમેરિકા બહાર છે પણ તેમની પાસે મલ્ટીપલ એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આવા લોકો પર સંસાધનો ખર્ચવામાં કેટલો ફાયદો છે કારણ કે કદાચ તેઓ ફરી અમેરિકા પાછા નહીં ફરે.

આ પણ વાંચો : ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ દેશમાં મફત ભણતરની સાથે મળશે અનેક સુવિધા

આ વચ્ચે, અમેરિકાએ કોમર્શિયલ ટ્રક ડ્રાઈવરો માટે વર્ક વિઝા બંધ કરવાનો નિર્ણય લીધો છે. US સેક્રેટરી માર્કો રુબિયોએ જણાવ્યું કે વિદેશી ટ્રક ડ્રાઈવરોની વધતી સંખ્યા અમેરિકન નાગરિકોના જીવન માટે જોખમ બની રહી છે. થોડા મહિનાઓ પહેલા જ સરકારે અમેરિકામાં ટ્રક ચલાવતા ડ્રાઈવરો માટે અંગ્રેજી બોલવી અને રસ્તાના ચિહ્નો વાંચવાની ક્ષમતા ફરજિયાત બનાવી હતી. વાહનવ્યવહાર વિભાગે જણાવ્યું કે આ પગલું માર્ગ સલામતી માટે આવશ્યક છે કારણ કે ભાષાની અણસમજને કારણે અકસ્માતોમાં વધારો નોંધાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Immigration Policy Donald Trump US Visa Review

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ