ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / હવે OPT ઈન્કમ પર ટેક્સ લગાવવાની તૈયારી! અમેરિકામાં ભણતા ભારતીયો ખાસ વાંચે

NRI / હવે OPT ઈન્કમ પર ટેક્સ લગાવવાની તૈયારી! અમેરિકામાં ભણતા ભારતીયો ખાસ વાંચે

Published By: Priyankka Triveddi

Last Updated: 10:37 AM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં રહેલા ભારતીયોની તકલીફો દિવસે ને દિવસે વધી રહી છે. હવે આ વિદેશમાં નોકરીઓ કરવા માંગતા વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે વધુ એક બિલ ટ્રમ્પ સરકાર પસાર કરવા જઈ રહ્યું છે.

ADVERTISEMENT

OPT Tax for International Students: યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી પૂર્ણ કર્યા પછી “ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ” (OPT) હેઠળ એક વર્ષ સુધી દેશમાં રહીને કામ કરવાની મંજૂરી મળે છે. ઘણા વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો તેમના કરિયર માટે એટલા માટે જરૂરી અને મહત્ત્વનો હોય છે કારણ કે આ દરમિયાન તેઓ જે ફિલ્ડમાં અભ્યાસ કરે તે ફિલ્ડનો પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકે છે. ખાસ કરીને STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મૅથ્સ) ક્ષેત્રના વિદ્યાર્થીઓને આ સમય વધારાની મળે છે.

US New Bill: નવું બિલ પસાર કરીને ટેક્સ વધારવાના મૂડમાં Trump સરકાર

પણ જો કે ટ્રમ્પ સરકાર કઈ અલગ જ મૂડમાં લાગે છે અને હવે OPT પર કામ કરતા વિદ્યાર્થીઓ માટે નવું બિલ પાસ કરીને નવી ટેક્સ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં છે. જો તેમની ઇન્કમ પર આ ટેક્સ લાગુ થશે તો વિદ્યાર્થીઓની આવકમાં ઘટાડો થશે અને તેઓને આર્થિક દબાણનો સામનો કરવો પડી શકે છે. અમેરિકામાં રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પહેલેથી જ અનેક પ્રકારના કાયદાકીય અને નીતિગત ફેરફારોથી હેરાન થઈ રહ્યા છે. અને હવે OPTને નિશાન બનાવવાથી તેઓ માટે હાલાત વધુ મુશ્કેલ બની શકે છે.

students-new-logo

અત્યાર સુધી એવું છે કે USમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી મેળવી લીધા પછી દેશમાં કામ કરવાની મંજૂરી છે. “ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ” (OPT) પરના વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી કામ કરી શકે છે. જો તેઓએ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અથવા ગણિત (STEM) સંબંધિત અભ્યાસક્રમોનો અભ્યાસ કર્યો હોય તો તેમને STEM OPT હેઠળ ત્રણ વર્ષ સુધી કામ કરવાની મંજૂરી છે. વિદ્યાર્થીઓ આ આવક સાથે તેમની શિક્ષણ લોન પણ ચૂકવે છે. પરંતુ હવે તેમની આવક ઘટી શકે છે.

Indian Students Tax: વિદ્યાર્થીઓએ કેટલો ટેક્સ ચૂકવવો પડી શકે છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) રિપબ્લિકન પાર્ટીના સભ્ય અને કોંગ્રેસમેન ટોમ કોટને “OPT ફેર ટેક્સ એક્ટ” નામનું બિલ રજૂ કર્યું છે. આ બિલમાં એવું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પર કામ કરતા વિદેશી વિદ્યાર્થીઓ અને તેમને નોકરી આપતી કંપનીઓએ હવે FICA ટેક્સ (સોશિયલ સિક્યુરિટી અને મેડિકેર) ચૂકવવો પડશે. હાલના નિયમ મુજબ વિદ્યાર્થીઓ અને કંપનીઓ બંનેને આ ટેક્સમાંથી છૂટછાટ છે.

US-visa

હાલમાં કોઈ પણ વ્યક્તિ માટે સામાજિક સુરક્ષા માટે 6.2% અને મેડિકેર માટે 1.45% એવો કુલ 7.65% ટેક્સ ચૂકવે છે. અને એટલો જ ટેક્સ કંપની પણ આપે છે. એટલે બંને મળીને 15.3%નો FICA ટેક્સ ચૂકવે છે. પરંતુ જો આ બિલ પસાર થાય છે તો હવે OPT પર કામ કરતા વિદ્યાર્થીઓ અને તેમની કંપનીઓએ પણ આ જ દરે ટેક્સ ભરવો પડશે. એટલે વિદ્યાર્થીના પગારમાંથી પણ 7.65% કપાશે અને કંપની પણ એટલું જ યોગદાન આપશે.

વધુ વાંચો: કેનેડાથી આવ્યા ખુશખબર, હવે નોકરી મેળવવી ભારતીયો માટે સરળ બની

Vtv App Promotion

આ બદલાવથી સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર થવાની શક્યતા છે. કારણ કે તેઓ મોટી સંખ્યામાં યુએસમાં OPT પર હોય છે. જો આ બિલ કાયદો બને છે તો વિદ્યાર્થીઓના પગારમાંથી અંદાજે 15% રકમ કપાઈ શકે છે. જેના કારણે તેઓની નેટ આવકમાં સ્પષ્ટ ઘટાડો થશે. વિદ્યાર્થીઓ માટે આ નવો ટેક્સ આર્થિક રીતે ભારે પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OPT Tax for International Students STEM Students NRI News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ