બ્રેકિંગ ન્યુઝ
Priyankka Triveddi
Last Updated: 02:12 PM, 24 June 2025
અમેરિકા જવા માટે F-1 વિઝા મેળવવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ખૂબ જ માનસિક દબાણ હેઠળ છે. તેમની ચિંતાનું કારણ છે ટ્રમ્પ સરકાર. યુએસ વહીવટીતંત્ર સોશિયલ મીડિયા પર તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ તેમની ટ્વિટર પ્રોફાઇલ ડિલીટ કરી રહ્યા છે. જ્યારે કેટલાક તેમના એકાઉન્ટ ખાનગી બનાવી રહ્યા છે. અધિકારીઓ દ્વારા સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવાને કારણે અનિશ્ચિતતાનું વાતાવરણ છે.
ADVERTISEMENT
સ્ટુડન્ટે ઈન્ટર્વ્યુ પહેલા એકાઉન્ટ કર્યું ડિલીટ
એક વિદ્યાર્થી જેનો F-1 વિઝા ઇન્ટરવ્યુ 2 જુલાઈના રોજ છે તે તેના X (ટ્વિટર) એકાઉન્ટને લઈને ચિંતામાં છે. તેનું એકાઉન્ટ પહેલા પોલિટિકલ કન્ટેન્ટથી ભરેલું હતું. પરંતુ હવે તે ખાનગી છે.આ એકાઉન્ટ તેની F-1 વિઝા અરજી માટે ઉપયોગમાં લેવાતા ઇમેઇલ સાથે જોડાયેલું છે. વધુમાં તે પેલેસ્ટાઇન કેમ્પસ વિરોધમાં સામેલ લોકોને ફોલો કરે છે. અધિકારીઓ દ્વારા સોશિયલ મીડિયાની તપાસ કરવામાં આવી રહી હોવાથી તેને ડર છે કે તેનું એકાઉન્ટ તેના વિઝા માટે અવરોધ બની શકે છે. F-1 વિઝા શોધનારાઓ માટે નિયમો કડક બનતા કેટલાક લોકો વિચારી રહ્યા છે કે શું તેમણે તેમના એકાઉન્ટ્સ કાઢી નાખવા જોઈએ. કોઈની પાસે સ્પષ્ટ જવાબ નથી.
ADVERTISEMENT
જો તમારે USA ભણવા જવું હોય તો આ 6 બાબતોનું ધ્યાન રાખવું પડશે
F-1 વિઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ આજકાલ ખૂબ જ ચિંતિત છે. તેઓ તેમના ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી રહ્યા છે. કેટલાક લોકો તેમના એકાઉન્ટ લોક કરી રહ્યા છે. છતાં તેઓ ડરી રહ્યા છે. કોઈને ખબર નથી કે શું પૂરતું થશે. લોકો કહી રહ્યા છે કે ઇન્ટરનેટ પરથી કંઈપણ સંપૂર્ણપણે ડિલીટ કરવું મુશ્કેલ છે.
ADVERTISEMENT
વિઝા ઇંટરવ્યૂમાં તમારી સોશિયલ મીડિયા પોસ્ટ્સ વિશે પૂછપરછ થશે
એક્સપર્ટ કહે છે કે ટ્રમ્પ સરકારે જે નવા નિયમો બનાવ્યા છે તે અંતર્ગત તેઓ દરએક વિઝા મેળવવા ઇચ્છતા લોકોના સોશિયળ મીડિયા એકાઉન્ટ પર દેખરેખ રહી રહી છે આ અંતર્ગત ઇંટરવ્યૂ માટે જનાર વ્યક્તિ વિશે સરકાર સર્વર પરથી ડિલીટ કરેલી પોસ્ટ્સ અને એકાઉન્ટ્સ ઍક્સેસ કરી શકે છે. પોસ્ટ્સ ડિલીટ કરવા જેવી "શંકાસ્પદ" ઓનલાઈન પ્રવૃત્તિ વધુ ભયાનક બની શકે છે. મતલબ કે આ તમને વધુ મુશ્કેલીમાં મૂકી શકે છે. ઇન્ટરવ્યૂમાં શું પૂછવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. તેથી દરેક વ્યક્તિ અનુમાન લગાવી રહી છે કે આગળ શું કરવું યોગ્ય રહેશે. દરેક વ્યક્તિ પોતાની સમજ પ્રમાણે વિચારી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: અમેરિકાએ ત્રણ ભારતીય કર્મચારીઓ પર કરી કાર્યવાહી, H-1B વિઝા કર્યા રદ, જાણો મામલો
ADVERTISEMENT
દરેક ડિલીટ પોસ્ટ પર રહેશે નજર
એક વિદ્યાર્થીએ કહ્યું કે તેનું એકાઉન્ટ પહેલા પબ્લિક હતું અને તેમાં પોલિટિકલ વ્યુઝ લખાયેલા હતા. હવે તેણે એકાઉન્ટને ખાનગી બનાવી દીધું છે. પરંતુ તેને ડર છે કે વિઝા અધિકારી તેની જૂની પોસ્ટ્સ જોઈ શકે છે. તેણે તેના વિઝા ફોર્મમાં તેના ટ્વિટર એકાઉન્ટનો ઉલ્લેખ કર્યો નથી. છતાં તે ડરે છે.વિદ્યાર્થીઓને ડર છે કે સોશિયલ મીડિયા પર તેમના મંતવ્યોને કારણે તેમના વિઝા રદ થઈ શકે છે. તેથી જ તેઓ તેમના એકાઉન્ટ્સ ડિલીટ કરી રહ્યા છે. પરંતુ કેટલાક નિષ્ણાતો કહે છે કે એકાઉન્ટ્સ ડિલીટ કરવાથી શંકા વધી શકે છે. આજકાલ F-1 વિઝા મેળવવો ખૂબ મુશ્કેલ બની ગયો છે. વિદ્યાર્થીઓએ દરેક પગલા પર સાવધાની રાખવી પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.