ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / હવે આ 2 દેશોમાં જવું ભારતીયોને સરળ પડશે! લેવાયો મહત્વનો નિર્ણય

NRI / હવે આ 2 દેશોમાં જવું ભારતીયોને સરળ પડશે! લેવાયો મહત્વનો નિર્ણય

Published By: Priyankka Triveddi

Last Updated: 10:08 AM, 18 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI News:ઇંડિયન પાસપોર્ટ હોલ્ડર્સ માટે એક ખુશ ખબર છે. ભારતીય રાજદૂતે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ પર આ દેશ સાથે હસ્તાક્ષર કર્યા છે અને આ અમલમાં આવતા જ ભારતીયોને બે દેશોમાં જવા માટેના વિઝા મેળવવા ખૂબ સરળ થઈ જશે.

ADVERTISEMENT

India Saudi Arabia Deal: વેકેશન અને ક્રિસમસ સિઝન ઓલમોસ્ટ શરૂ થવામાં છે તે વચ્ચે ઇંડિયન પાસપોર્ટ હોલ્ડર્સ માટે એક સારા સમાચાર છે. ઈંડિયન્સ માટે દુબઈ અને સાઉદી આરબ જવું હવે વધુ સરળ થઈ જશે કારણ કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે એક ડીલ સાઇન થઈ છે. ભારતીય રાજદૂત સુહેલ એઝાઝ ખાન અને સાઉદી અરબના વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ બાબતોના ઉપમંત્રી અબ્દુલમજીદ બિન રાશિદ અલસ્મરીએ દ્વિપકક્ષીય વિઝાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલનો હેતુ બંને દેશની જનતાને અવરજવર સરળ બનાવવાની છે. ભારત અને સાઉદી અરબ વચ્ચે એક ડીલ સાઇન થઈ છે જેમાં હવે સાઉદી અરેબિયા અને દુબઈ જવા માંટ વિઝામાં છૂટ મળશે એટલે કે હવે દુબઈ જવું વધારે સરળ થઈ જશે. આ ડીલને ખૂબ જલ્દી અમલમાં લાવવામાં આવશે.

India-Saudi-Arabia-Deal

રિયાધમાં થઈ બંને અધિકારીઓ વચ્ચે મુલાકાત

સાઉદી અરેબિયા સ્થિત ભારતીય દૂતાવાસે તેના ઓફિશિયલ X હેન્ડલ પર એક પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે ભારત અને સાઉદી આરબ તેમની રણનૈતિક ભાગીદારીને મજબૂત કરવા માંગે છે. આ માટે ભારતીય રાજદૂત ડૉ. સુહેલ એઝાઝ ખાન અને સાઉદી આરબના વિદેશ મંત્રાલયમાં પ્રોટોકોલ બાબતના ઉપમંત્રી મહામહિમ અબ્દુલમજીદ બિન રાશિદ અલસ્મરી એરિયાધમાં એલ ટેબલ પર બેસીને ચર્ચા કરી હતી. આ બેઠકમાં બંને અધિકારીઓ વચ્ચે રાજનિયક, વિશેષ અને આધિકારિક પાસપોર્ટ ધારકો માટે દ્વિપક્ષીય વિઝા છૂટ સમજણ પર ચર્ચા થઈ હતી.

આ સમજૂતીથી મુસાફરી થશે સરળ

આ સમજૂતીના તમામ નિયમોને સમજ્યા પછી પારસ્પરિક સંમતિ પછી બંને દેશોએ આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી લાગુ થતાંની સાથે જ બંને દેશોના લોકો માટે આધિકારિક મુસાફરી સરળ થઈ જશે. દ્વિપક્ષીય આદાન-પ્રદાનને પણ વેગ મળશે. ગઈ 5 ડિસેમ્બરના રોજ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જાહેરાત કરી હતી કે ભારતીય સંસદ ભારત-સાઉદી અરેબિયાના સંસદીય મૈત્રી સમૂહ સાથે ચર્ચા કરશે. આ ઘોષણા સાઉદી આરબના અધિકારી સાથે સાંસદમાં મુલાકાત પછી થઈ હતી.

આ પણ વાંચો: હવેથી ‘સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ’ વિના નહીં મળે અમેરિકાના વિઝા, આજથી જ નિયમ લાગુ

Vtv App Promotion

બને દેશોના સંબંધો બનશે મજબૂત

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાઉદી આરબમાં શૂરા પરિષદમાં સાઉદી ભારત સંસદીય મૈત્રી સમિતિના અધ્યક્ષ મેજર જનરલ અબ્દુલ રહેમાન બિન સનહત અલ-હરબીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ જોડે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે સંસદીય રાજદ્વારી સંબંધો બંને દેશો વચ્ચે એક બ્રિજની જેમ કામ કરશે જે પરસ્પર સમજણ, આદાન-પ્રદાન અને મજબૂત સંબંધ બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Passport Holders India Saudi Arabia Deal NRI NEWS

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ