ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / તો છીનવાઇ જશે તમારું ગ્રીન કાર્ડ! અમેરિકામાં રહેનારા ભારતીયો ખાસ વાંચે આ નિયમ

વિશ્વ / તો છીનવાઇ જશે તમારું ગ્રીન કાર્ડ! અમેરિકામાં રહેનારા ભારતીયો ખાસ વાંચે આ નિયમ

Published By: Nidhi Panchal

Last Updated: 07:57 AM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂર વિદેશથી પરત ફરતા ગ્રીન કાર્ડ ધારકો માટે અમેરિકા ના દ્વાર હવે સહેલાઈથી નથી ખુલતા. ટ્રમ્પ સરકારની કડક કાર્યવાહીથી હજારો કાયમી રહેવાસીઓ અચાનક મુશ્કેલીમાં ફસાયા છે.

ADVERTISEMENT

યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી રહેવાસી બનેલા હજારો વિદેશી કામદારો માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના કડક પગલાંઓ પછી, ઘણા ગ્રીન કાર્ડ ધારકો (Legal Permanent Residents – LPRs) હવે દેશ બહાર જઈને પાછા ફરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

America Green Card 02

ગ્રીન કાર્ડ ધારકોને સામાન્ય રીતે અમેરિકા રહેવા, કામ કરવા અને મુસાફરી કરવાનો કાયદેસર અધિકાર હોય છે. પરંતુ, હાલના નિયમો અનુસાર જો કોઈ ગ્રીન કાર્ડ ધારક યુનાઇટેડ સ્ટેટ્સની બહાર એક વર્ષથી વધુ સમય રહે, તો તેની કાયમી રહેઠાણની માન્યતા રદ ગણવામાં આવે છે. એટલે કે, તેમનું કાર્ડ "રી-એન્ટ્રી" માટે અમાન્ય બની શકે છે.

trump-simple

Re-entry Permit કેમ જરૂરી?

ભલે કોઈ વ્યક્તિ એક વર્ષથી ઓછા સમય માટે વિદેશ જાય, છતાં જો તેને લાગે કે તે લાંબા સમય સુધી બહાર રહેશે, તો તેને Re-entry Permit લેવી જરૂરી છે. આ પરમિટ એ સાબિત કરે છે કે ધારક પોતાનું કાયમી રહેઠાણ છોડી રહ્યો નથી. આ દસ્તાવેજથી ગ્રીન કાર્ડ ધારકને બે વર્ષ સુધી વિદેશ પ્રવાસ કર્યા પછી પણ Return Resident Visa વગર અમેરિકા પાછા ફરવાની મંજૂરી મળે છે.

vtv app promotion

કેવી રીતે મેળવું ?

Re-entry Permit મેળવવા માટે વ્યક્તિએ Form I-131 ભરવું પડે છે. આ પરમિટ જારી થયાની તારીખથી બે વર્ષ માટે માન્ય રહે છે. જો તે સમયગાળા પછી પણ વ્યક્તિ વિદેશમાં રહેવા ઈચ્છે, તો નવી પરમિટ માટે ફરી અરજી કરવી પડે છે.

આ પણ વાંચો : અમેરિકાના H-1B વિઝા માટે એક પણ રૂપિયાની ફી નહીં ભરવી પડે, આ રીતે કરો અરજી

હાલના સમયમાં અનેક ગ્રીન કાર્ડ ધારકોને એરપોર્ટ પર પ્રવેશ ન મળતા વિવાદો ઉઠ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે, આ નીતિઓ અમેરિકાના ઇમિગ્રેશન સિસ્ટમને વધુ કડક બનાવી રહી છે. તેથી, જો તમને પહેલેથી જ ગ્રીન કાર્ડ મળ્યું છે અને તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો, તો મુસાફરી પહેલાં રિ-એન્ટ્રી નિયમો સમજીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા ખૂબ જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Re-entry Permit USA Immigration Green Card

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ