ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / એકનું મોત, 5થી વધુ ઘાયલ, કેનેડામાં સામસામે છરીઓ ચાલતા મામલો હત્યાકાંડમાં પરિણમ્યો

NRI ન્યૂઝ / એકનું મોત, 5થી વધુ ઘાયલ, કેનેડામાં સામસામે છરીઓ ચાલતા મામલો હત્યાકાંડમાં પરિણમ્યો

Published By: Vidhata Gothi

Last Updated: 08:34 AM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada Mass Stabbing: કેનેડાના મેનિટોબા પ્રાંતમાં હોલો વોટર આદિવાસી સમુદાયમાં સામૂહિક ચાકુબાજીની ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું અને છ લોકો ઘાયલ થયા છે.

ADVERTISEMENT

Canada Mass Stabbing: કેનેડાના એક આદિવાસી સમુદાયમાં સામુહિક ચાકુબાજીમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું અને લગભગ 6 લોકો ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. માહિતી પ્રમાણે, ગુરુવારે બનેલી આ ઘટનામાં શંકાસ્પદ વ્યક્તિનું મોત થઈ ગયું. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આ ચાકુબાજીને 'સામૂહિક જાનહાનિ'ની ઘટના ગણાવી છે. આ ઘટના વિનીપેગથી લગભગ 200 કિલોમીટર (124 માઇલ) ઉત્તરપૂર્વમાં હોલો વોટરમાં બની હોવાનું સામે આવ્યું છે.

પ્રાંતીય આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે, આઠ પીડિતોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. સ્ટાર્સ એર એમ્બ્યુલન્સે પુષ્ટિ કરી કે તેણે ઇમરજન્સીમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને બે દર્દીઓને વિનીપેગના હેલ્થ સાયન્સ સેન્ટર લઈ જવામાં આવ્યા. સ્થાનિક અધિકારીઓએ ઘાયલોની સ્થિતિ અંગે વધુ માહિતી જાહેર કરી નથી. મેનિટોબાની પોલીસે જણાવ્યું કે હોલો વોટરમાં દિવસભર ભારે પોલીસ બંદોબસ્ત રહેશે, પરંતુ સ્થાનિકોને આશ્વાસન આપ્યું કે જાહેર સલામતી માટે કોઈ ખતરો નથી.

vtv app promotion

ઘરમાં ઘૂસીને કર્યું આ કૃત્યુ

સ્થાનિક પોલીસે નિવેદન આપ્યું, "હોલો વોટર ફર્સ્ટ નેશનના સમુદાયના તમામ સભ્યો અને આ અર્થહીન હિંસાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના." ઓનલાઈન પોસ્ટ કરાયેલા એક પત્રમાં, હોલો વોટરના વડા અને કાઉન્સિલે આ ઘટનાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પરિવારના સભ્યોએ પીડિતોમાંથી એકની ઓળખ માઈકલ રેવેન તરીકે કરી છે. તેના સંબંધીઓએ જણાવ્યું કે ઘરમાં સૂતી વખતે એક વ્યક્તિ ઘૂસી આવ્યો અને તેના ફેફસામાં ચાકુ મારી દીધું.

આ પણ વાંચો: UKમાં ગણેશ વિસર્જનથી પરત ફરતા બે ભારતીય વિદ્યાર્થીઓના મોત, કારણ દર્દનાક

આ ઘટના જેમ્સ સ્મિથ ક્રી નેશન અને નજીકના સાસ્કાચેવાન ગામમાં થયેલા સામૂહિક ચાકુબાજીની ઘટનાના બરાબર ત્રણ વર્ષ પછી બની છે, જેમાં 11 લોકોના મોત થઈ ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ત્રણ દિવસની શોધખોળ બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ શંકાસ્પદ વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manitoba Canada Mass Stabbing Crime News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ