બ્રેકિંગ ન્યુઝ
VTV / Now you will get 5 lakh Ayushman card for free
Anita Patani
Last Updated: 10:41 AM, 17 April 2021
ADVERTISEMENT
હવે ચાર્જ નહી આપવો પડે અને પહેલી વાર કાર્ડ ફ્રીમાં મળશે પરંતુ જો ડુપ્લીકેટ કાર્ડ કે બીજીવાર પ્રિન્ટ કરવા પર 15 રૂપિયા આપવા પડશે. આ કાર્ડ લાભાર્થીઓને બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન બાદ મળશે.
ADVERTISEMENT
નેશનલ હેલ્થ ઓથોરિટી અને આઇટી મંત્રાલય હેઠળ આવનારા સીએસસી સમજોતા બાદ કેન્દ્ર સરકારે ફી માફીનું એલાન કર્યુ છે. જ્યારે સીએસસી પ્રાઇવેટ એજન્સી છે જે તેના પ્રોડક્શનનું કામ સંભાળે છે. પહેલીવાર આયુષ્યમાન કાર્ડ આવવા પર એનએચએ 20 રૂપિયા સીએસસીને આપશે.
એનએચએના સીઈઓ રામસેવક શર્માના જણાવ્યા અનુસાર આયુષ્માન યોજનાનો લાભ લેવા માટે હવે પીવીસી કાર્ડ ફરજિયાત રહેશે નહીં. યોજનાનો લાભ એવા લાભાર્થીઓને જુના કાર્ડના આધારે પણ મળશે. આરોગ્ય અધિકારીઓ પીવીસી કાર્ડ દ્વારા લાભાર્થીઓને ઓળખી શકશે. જરૂરિયાતમંદ લાભાર્થીઓ કોઈપણ પ્રકારની ધાંધલધિકાર વિના આરોગ્ય સેવાઓ મેળવી શકશે.
2017 માં મોદી સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારો વિના મૂલ્યે 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1 કરોડ 63 લાખથી વધુ લાભાર્થીઓની સારવાર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ પણ કોઈપણ ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ સારવાર મેળવી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.