બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Now the entry of women in RSS! Union's big bet before 2024

પ્રિ-પ્લાન / હવે RSSમાં થશે મહિલાઓની એન્ટ્રી! 2024 પહેલા સંઘનો મોટો દાવ, UP સરકારને સાથે રાખી બનાવ્યો માસ્ટર પ્લાન

Priyakant

Last Updated: 09:57 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Entry Of Women Into RSS News: ભાજપ અને સંઘની સાથે અન્ય સહયોગી સંગઠનોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, RSSનું ધ્યાન હવે ગામડાઓ સુધી દલિતો અને મહિલાઓની ભાગીદારી વધારવા પર રહેશે

  • લોકસભાની ચૂંટણી પહેલા યુપીમાં RSS એક્શનમાં 
  • RSSનું ધ્યાન હવે દલિતો અને મહિલાઓની ભાગીદારી વધારવા પર 
  • સંઘ હવે દરેક જિલ્લામાં મહિલા સંમેલન કરશે

લોકસભાની ચૂંટણી પહેલા યુપીમાં RSSની પ્રવૃત્તિ વધી છે. RSS યુપીમાં પોતાની જમીન મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સંબંધમાં લખનૌમાં RSS અને BJPની મેરેથોન બેઠક 8 કલાક સુધી ચાલી હતી. ભાજપ અને સંઘની સાથે અન્ય સહયોગી સંગઠનોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, RSSનું ધ્યાન હવે ગામડાઓ સુધી દલિતો અને મહિલાઓની ભાગીદારી વધારવા પર રહેશે.

RSSના સહ-સરકાર્યવાહક નેતા અરુણ કુમારની આગેવાની હેઠળની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, સંઘ હવે દરેક જિલ્લામાં મહિલા સંમેલન કરશે. જેમાં ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ જાગરણ મંચની સાથે અન્ય સંગઠનો પણ સહકાર આપશે. અત્યાર સુધી સંઘના સંગઠનમાં મહિલાઓનો સીધો હસ્તક્ષેપ નથી. તેમના માટે માત્ર રાષ્ટ્ર સેવિકા સમિતિના દરવાજા ખુલ્લા છે. સંઘ સાથે જોડાયેલા લોકોનો દાવો છે કે, હવે સંલગ્ન સંસ્થાઓમાં પણ મહત્વના હોદ્દા પર મહિલાઓને જવાબદારી સોંપવામાં આવશે.

RSS મહિલા વિરોધી હોવાની છબી તોડશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સતત મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવવામાં આવે છે. દેશમાં દરેક જગ્યાએ મહિલા અનામતની ચર્ચા થઈ રહી છે. મોદી સરકારે આ માટે લોકસભામાં બંધારણ સંશોધન બિલ પણ રજૂ કર્યું છે. આવી સ્થિતિમાં સંઘ પોતાની જૂની છબીમાંથી બહાર આવવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, સહયોગી સંગઠનો સાથે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, સંઘ હવે પોતાની મહિલા વિરોધી હોવાની છબીને તોડશે.

મુખ્ય હોદ્દા પર થઈ શકે મહિલાઓની નિમણૂક
કોંગ્રેસ સહિત વિપક્ષી દળો આરોપ લગાવતા રહે છે કે, સંઘની શાખાઓમાં માત્ર પુરુષો જ દેખાય છે મહિલાઓને નહીં. શક્ય છે કે, આગામી દિવસોમાં સંઘની શાખાઓમાં પણ મહિલાઓ જોવા મળી શકે છે. સંઘમાં અને વિશ્વ હિન્દુ પરિષદ, કિસાન સંઘ, શિક્ષક સંઘ, હિન્દુ જાગરણ મંચ, વિદ્યા ભારતી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં મુખ્ય હોદ્દા પર પણ મહિલાઓની નિમણૂક કરી શકાય છે. આ માટે સંઘે તેની સાથે જોડાયેલા તમામ સંગઠનોને મહિલાઓની ભાગીદારી વધારવા માટે પણ કહ્યું છે.

CM યોગીએ ભાજપ અને સંઘની બેઠકમાં હાજરી આપી
આરએસએસે યુપીના દરેક જિલ્લામાં મહિલા સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. જેમાં ભાજપ સહિત તમામ સહયોગી સંગઠનો ભાગ લેશે. સરકાર તરફથી સીએમ યોગી આદિત્યનાથ અને બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકે ભાજપ અને સંઘની બેઠકમાં હાજરી આપી હતી.

સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી
બેઠકમાં સંઘને સહયોગી સંગઠનો તરફથી મળેલા પ્રતિભાવો સામે મૂકવામાં આવ્યા હતા. સહયોગી સંગઠનોએ કહ્યું કે, ધારાસભ્યો અને સાંસદો તેમની સમસ્યાઓ સાંભળતા નથી. તેઓ મંત્રીઓ સુધી પણ પોતાનો સંદેશો પહોંચાડી શકતા નથી. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, ગામમાં હજુ પણ રખડતા પશુઓની સમસ્યા છે. યોગી આદિત્યનાથે સરકાર તરફથી આ સમસ્યાઓના ઉકેલનું આશ્વાસન આપ્યું હતું.

સમગ્ર રાજ્યમાં હિન્દુ જેવો માહોલ સર્જાશે
RSSના સહ-સરકાર્યવાહક અરુણ કુમારે કહ્યું કે, સરકાર અને અન્ય સંસ્થાઓના લોકોએ પોતાની વચ્ચે તાલમેલ જાળવવો જોઈએ. આ માટે દર બે મહિને મિટિંગ કરવાનું રાખો. મીટિંગમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, જાન્યુઆરીમાં રામ મંદિરના સંભવતઃ અભિષેક કાર્યક્રમ માટે તમામ સંગઠનોએ સાથે મળીને દરેક ગામમાં વાતાવરણ બનાવવું જોઈએ. વિશ્વ હિંદુ પરિષદ 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં શૌર્ય યાત્રાઓ કાઢીને ગામડાઓમાં હિંદુ જેવો માહોલ બનાવશે. ભાજપ અને તેના તમામ સહયોગી સંગઠનોને આમાં સંયુક્ત રીતે મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ