બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / Now Surat Police will be an intermediary in getting loan at low interest rate, dial 100

પહેલ / વ્યાજખોરોથી મુક્તિ માટે નવી ઝુંબેશ: હવે ઓછાં વ્યાજદરે લોન અપાવવામાં સુરત પોલીસ બનશે મધ્યસ્થી, ડાયલ કરો 100

Priyakant

Last Updated: 02:46 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત પોલીસ દ્વારા એક મોટી અને સરાહનિય પહેલ શરૂ કરવામાં આવી, 100 નંબર પર ફોન કરવાથી મળશે મદદ અને ઓછા વ્યાજે લોન પણ અપાવશે સુરત પોલીસ

  • વ્યાજખોરી ડામવા સુરત પોલીસની પહેલ
  • સુરત પોલીસ અપાવશે ઓછા વ્યાજે લોન
  • 100 નંબર પર ફોન કરવાથી મળશે મદદ

રાજ્યમાં વ્યાજખોરો સામે હાલ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે તેવામાં અનેક વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ દરમ્યાન સુરત પોલીસ દ્વારા એક મોટી અને સરાહનિય પહેલ શરૂ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, વ્યાજખોરી ડામવા સુરત પોલીસ દ્વારા નવી પહેલના ભાગરૂપે માનવતાના ધોરણે હવે પોલીસ લોકોને લોન લેવામાં મધ્યસ્થી કરશે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું છે કે, જે લોકોએ ઓછા વ્યાજે લોન જોઈએ તે પોલીસનો સંપર્ક કરી શકશે. 

સુરત પોલીસ કમિશ્નર અજય તોમર 

ગુજરાતમાં દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ વ્યાજે પૈસા લેતા હોય છે. જોકે ક્યારેક ક્યારેક અમુક માથાભારે વ્યાજખોરો રકમ ઉપરાંત પણ ભારે રકમ વ્યાજ સ્વરૂપે પડાવતા હોય છે. જેને લઈ અનેક વ્યક્તિઓ વ્યાજખોરોના ત્રાસના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. જોકે મહત્વનું છે કે, હાલમાં જ ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરાઇ છે. તો હવે બીજી તરફ સુરત પોલીસ દ્વારા હાલ વ્યાજખોરી ડામવા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. 

વ્યાજખોરી ડામવા સુરત પોલીસની નવી પહેલ
સુરતમાં વ્યાજખોરી ડામવા અંગે સુરત પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું છે કે, વ્યાજચક્રમાં ફસાયેલા લોકો ખરાબ પગલું ભરે તે ગંભીર બાબત છે. વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા લોકો 100 નંબર પર ફોન કરી પોલીસની મદદ મેળવી શકે છે તેવું કહ્યું છે. 

સુરત પોલીસની નવી પહેલ 

પોલીસ લોન અપાવવામાં કરશે મધ્યસ્થી 
સુરત પોલીસ દ્વારા વ્યાજખોરી ડામવા નવી પહેલના ભાગરૂપે હવે લોન અપાવવામાં મદદ કરવામાં આવશે.મહત્વનું છે કે, બેફામ બનેલા વ્યાજખોરના મસમોટા વ્યાજ અને વ્યાજખોરી રોકવા આ પહેલ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું છે કે, ઘણી વખત મીડિયામાં અહેવાલ આવતા હોય છે છે વ્યાજના વિષ ચક્રમાં ફસાઇ લોકો પગલા ભરી લેતા હોય છે. જોકે હવે 100 નંબર પર ફોન કરવાથી પોલીસ મદદ કરશે. આ સાથે તેમણે કહ્યું કે, ઓછા વ્યાજદરે લોન મેળવવા પોલીસનો સંપર્ક કરી શકાશે. 

સુરત પોલીસની નવી પહેલ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ