બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Now only a miracle will win the cup! Special worship in temples for Indian Cricket World Cup winner, see where and what kind of atmosphere

વર્લ્ડ કપ 2023 / હવે ચમત્કાર જ કપ અપાવશે! ભારતીય ક્રિકેટ વર્લ્ડકપ વિનર થાય તે માટે મંદિરોમાં વિશેષ પૂજા, જુઓ ક્યાં કેવો માહોલ

Vishal Khamar

Last Updated: 05:31 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપની મેચ ભારત જીતે તે માટે ધાર્મિક સ્થળો પર પૂજા વિધિ પણ કરવામાં આવી છે.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચને લઈ મંદિરોમાં પૂજા અર્ચના કરાઈ
  • યાત્રાધામ અંબાજી ખાતે ગર્ભગૃહમાં તિરંગાનો શણગાર કરાયો
  • પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત મહાપૂજા 

ભારતની ફાઈનલમાં વિજય અંગે કરાઈ પ્રાર્થના
સાળંગપુર હનુમાનજી મંદિરે વર્લ્ડ કપ ફિવર જોવા મળ્યો હતો. કષ્ટભંજન હનુમાનજી દાદાનાં વર્લ્ડ કપનાં અનોખા શણગાર દર્શન કરવામાં આવ્યા હતા. જેમાં કષ્ટભંજન દાદાને બોલ, બેટ, સ્ટમ્પ, પેડ જેવા ક્રિકેટરનાં સાધનોનો શણગાર કરાયો હતો. હનુમાનજી દાદાને શણગાર દર્શન ફરતે તિરંગો લગાવ્યો હતો. ભારતની ફાઈનલમાં વિજય અંગે પ્રાર્થના કરાઈ હતી. હનુમાનજી મંદિરનાં મુખ્ય ગૃહમાં વર્લ્ડપ-2023 નું બેનર લગાવ્યું હતું. 

લોકોએ ક્રિકેટર્સના ફોટો સાથે મંદિરમાં કરી પ્રાર્થના 
પૂણેનાં સિદ્ધિવિનાયક મંદિરે ભારતની જીત માટે પ્રાર્થના કરાઈ હતી. લોકોએ ક્રિકેટર્સનાં ફોટો સાથે મંદિરમાં પ્રાર્થના કરી હતી. મંદિરમાં ગુંજ્યા 'જીતેગા ભાઇ જીતેગા'ના નારા. આજે અમદાવાદ ખાતે રમાઈ રહેલ ફાઈનલ મેચને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સમગ્ર દેશભરથી લોકો ભારતની જીતની કામનાં કરી રહ્યા છે. 

ક્રિકેટપ્રેમીઓ દ્વારા અકોટામાં શનિદેવને તેલનો અભિષેક કરાયો 
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈ ભારતની જીત માટે વડોદરામાં મંદિરમાં પ્રાર્થનાં કરવામાં આવી હતી. ક્રિકેટ પ્રેમી દ્વારા અકોટામાં શનિદેવને તેલનો અભિષેક કર્યો હતો.તો વહેલી સવારથી બપોર સુધી તેલનો અભિષેક ચાલુ રહ્યો હતો. મંદિરે દર્શન કરવા આવતા ભક્તો પણ પ્રાર્થનાં કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટરોનાં ફોટા સાથે પ્રાર્થનાં કરી તિલક કરવામાં આવ્યા હતા.

યાત્રાધામ અંબાજી તિરંગાનો શણગાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ યાત્રાધામ અંબાજી ખાતે તિરંગાનો શણગાર કરાયો હતો. ગર્ભગૃહમાં તિરંગાનો શણગાર કરાયો હતો. અંબાજીમાં ઊંઝાનાં સંઘ દ્વારા ધજા સાથે માતાજીને તિરંગો અર્પણ કરાયો હતો. ચાચર ચોક જયહિન્દ અને ઈન્ડિયા જીતેગાનાં નાદથી ગુંજ્યો હતો. 

ભોળાનાથને જળાભિષેક કરીને ટીમ ઇન્ડિયાની જીતની કામના કરી
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ શંકર ભગવાનની પૂજા કરી હતી. ધારસભ્યએ ભોળાનાથને જળાભિષેક કરીને ટીમ ઇન્ડિયાની જીતની કામના કરી હતી. ધારાસભ્ય કાર્યકર્તાઓ સાથે નિર્દોષશાનંદ આશ્રમ ખાતે ભગવાન ભોળાનાથના મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં બિલીપત્ર, ફુલ, દૂધનો જળાભિષેક કરી ભારતના વિજય માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સાવરકુંડલાના શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત મહાપૂજા
ભારતીય ક્રિકેટ વર્લ્ડકપને લઈ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. સોમપુરા તીર્થ પુરોહિતમ સમુદાય દ્વારા સોડષોપચાર મહાપૂજા કરાઈ હતી. પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરમાં ભારતનાં ભવ્ય વિજય માટે શાસ્ત્રોક્ત મહાપૂજા કરવામાં આવી હતી.

જૂનાગઢના ભવનાથ મંદિરમાં પ્રાર્થના
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલ મેચને લઈ ભારતની જીત માટે જૂનાગઢનાં ભવનાથ મંદિરમાં પ્રાર્થનાં કરવામાં આવી હતી. મંદિરમાં હજારો લોકોએ એકત્ર થઈ ભારતની જીત માટે કામના કરી હતી. ભારત-ઓસ્ટ્રેલિયાના મહામુકાબલાને લઈ દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ