બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Now big announcement Uddhav Thackeray for government employees

ખુશ ખબર / હવે ઉદ્ધવ ઠાકરેએ સરકારી કર્મચારીઓ માટે જોરદાર જાહેરાત કરી, અન્ય રાજ્યોના કર્મચારીઓને ઈર્ષા થશે

Published By: Intern

Last Updated: 09:55 PM, 12 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર સરકારની આજે કેબિનેટ બેઠક હતી. જેમાં ઘણા મુદ્દાને ધ્યાનમાં લઈને સરકારે જાહેરાત કરી છે. જ્યારે સરકારી કર્મચારીને લઈને ખુબ મોટી જાહેરાત કરી છે. ત્યારે હવે સરકારી કર્મચારીને મહારાષ્ટ્રમાં મોટી રાહત મળી શકે છે.

  • સરકારી કર્મચારી માટે મહારષ્ટ્ર સરકારની મોટી જાહેરાત 
  • 29 ફેબ્રુઆરીથી નિર્ણય લાગુ કરવામાં આવશે
  • કોલેજોમાં રાષ્ટ્રગાન ફરજીયાત કરવામાં આવશે

મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીને મોટી રાહત આપવા માટે જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ સરકારને રાજ્ય સરકારના કર્મચારીને પાંચ દિવસનું અઠવાડિયું મંજૂર કર્યું છે. ત્યારે હવે કર્મચારીએ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવું પડશે. 

આ નિર્ણય આજે મહારાષ્ટ્ર કેબિનેટમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણય 29 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર હવે મહિનાના બીજા અને ચોથા શનિવારે સરકારી કર્મચારીને રજા આપશે. 

આ સિવાય મહારાષ્ટ્ર સરકારે કોલજોમાં રાષ્ટ્રગાન કરવા માટે ફરજીયાત  કર્યું છે. મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે કહ્યું કે સરકાર દ્વારા 19 ફેબ્રુઆરીથી કોલેજોમાં રાષ્ટ્રગાન ફરજીયાત કરવામાં આવશે. 

જણાવી દઈએ કે પહેલાં મહારાષ્ટ્ર સરકારે  બિન રહેણાંક અને દુકાન, મોલને લઈને પણ મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે બિન રહેણાંક વિસ્તારોમાં દુકાનો, મોલ અને રેસ્ટોરેન્ટ 26 ફેબ્રુઆરીથી 24 કલાક ખુલ્લી રહેશે. આ એક વિકલ્પ છે તેને ફરજીયાત નહીં બનાવામાં આવે. 

આદિત્યે લંડન અને મધ્ય પ્રદેશના ઇન્દોરનું ઉદાહરણ આપી કહ્યું હતું કે મુંબઈના લોકોને પણ રાત્રે બધી સુવિધા મળવી જોઈએ. મહાનગરમાં 24 કલાક સેવાઓ શરુ રહેવી જોઈએ. પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે નાઈટલાઈફને માત્ર દારૂ સાથે જોડવું તે અયોગ્ય છે. 

તેમણે કહું મુંબઈ 24 કલાક કામ કરે છે. જો ઓનલાઈન ખરીદી 24 કલાક શરુ રહી શકતી હોય તો દુકાનો અને મોલ શા માટે બંધ રહે. 

10 રૂપિયામાં ભોજન


મહારષ્ટ્ર સરકાર ગરીબ અને જરૂરીયાતમંદને 10 રૂપિયામાં ભોજન આપશે. ઉદ્ધવ ઠાકરે 'શિવ ભોજન' યોજનાને 26 ફેબ્રુઆરીથી લાગુ કરશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર પાયલટ પરિયોજના શરુ કરશે. જેમાં 6.4 કરોડનો ખર્ચો કરશે. જે ત્રણ મહિના સુધી ચાલશે. અને પાયલટ પ્રોજેક્ટ યોજના હેઠળ જિલ્લા મુખ્યાલયમાં ઓછામાં ઓછું એક 'શિવ ભોજન' કેન્ટીન શરુ કરવામાં આવશે.    
 

સંકળાયેલા મુદ્દાઓ

Government Employees Maharashtra Government Shivsena Udhhav Thackrey ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર સરકાર શિવસેના સરકારી કર્મચારી Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ