ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ONGCથી લઇને સ્ટેશન માસ્ટર સુધી..., ભરવામાં આવશે 20,000થી વધુ જગ્યાઓ, જાણો વિગત
6 ફોટો ગેલેરી
Last Updated: 12:36 PM, 2 November 2026
1/6
સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે નવેમ્બર મહિનો ખાસ બની શકે છે. રેલવેમાં સ્ટેશન માસ્ટર અને NTPCની અલગ અલગ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. ONGCમાં પણ એપ્રેન્ટિસની હજારો જગ્યાઓ માટે અરજી કરવાની તક છે. જોકે દરેક ભરતીની લાયકાત અને છેલ્લી તારીખ અલગ છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં ભરતીની સત્તાવાર જાહેરાત તપાસવી જરૂરી છે.
2/6
ખાદી રિફોર્મ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (KRDP)ના નામે 12,878 સરકારી જગ્યાઓની ભરતીની જાહેરાત સોશિયલ મીડિયા અને વિવિધ જગ્યાએ ફરતી થઈ છે. આ જાહેરાતમાં ખાદી વિકાસ અધિકારી, ખાદી નિરીક્ષક, એકાઉન્ટ ઓફિસર, ટેકનિકલ ઓફિસર, ફિલ્ડ ઓફિસર, જુનિયર આસિસ્ટન્ટ, લોઅર ડિવિઝન ક્લાર્ક, ડ્રાઇવર અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ જેવા પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ 10થી લઈને ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે તક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જોકે આ ભરતી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે આવી કોઈ ભરતીની જાહેરાત કરી નથી તેવી સ્પષ્ટતા સામે આવી છે. તેથી ઉમેદવારોએ આ ભરતીને સાચી સરકારી ભરતી માનીને અરજી કરવી નહીં. કોઈ પણ વ્યક્તિને પૈસા આપતા પહેલાં કે પોતાના આધાર કાર્ડ, બેંકની વિગતો અને અન્ય દસ્તાવેજો આપતા પહેલાં ભરતીની ખરાઈ કરવી જરૂરી છે.
ADVERTISEMENT
3/6
રેલવેમાં સ્ટેશન માસ્ટર બનવા માંગતા ઉમેદવારો માટે ભરતીની તક સામે આવી છે. આ પદ માટે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. ભરતીની જાહેરાતમાં ઉમેદવારોની ઉંમર 20થી 33 વર્ષ દર્શાવવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળી શકે છે.સ્ટેશન માસ્ટરની કુલ 1,265 જગ્યાઓ હોવાનો દાવો આપવામાં આવ્યો છે. જોકે જગ્યાઓની સંખ્યામાં અલગ અલગ માહિતી જોવા મળી રહી છે, તેથી ઉમેદવારોએ રેલવે ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાતમાં જ સાચી સંખ્યા તપાસવી. અરજી કરવાની છેલ્લી તારીખ અંગે પણ સત્તાવાર નોટિફિકેશનને જ માન્ય ગણવું.
4/6
રેલવેની NTPC ગ્રેજ્યુએટ ભરતીમાં કુલ 3,548 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ અને સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ જેવા પદોનો સમાવેશ થાય છે.આ ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. ભરતીમાં સામાન્ય રીતે 18થી 33 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2026 છે. ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જોઈએ.
ADVERTISEMENT
5/6
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા દેશભરના 24 કાર્ય કેન્દ્રોમાં એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં કુલ 3,047 જગ્યાઓ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12 પાસ, ITI, BBA, ગ્રેજ્યુએશન, ડિપ્લોમા તેમજ એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે અલગ અલગ પદો પર તક છે.આ ભરતી હેઠળ ઉમેદવારોને 12 મહિનાની એપ્રેન્ટિસશીપ તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન પદ પ્રમાણે દર મહિને રૂ. 8,200થી રૂ. 12,300 સુધીનું સ્ટાઇપેન્ડ મળવાનો ઉલ્લેખ છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2026 દર્શાવવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં પોતાની લાયકાત અને પસંદ કરેલા પદની શરતો તપાસવી જરૂરી છે.
6/6
સરકારી ભરતી માટે અરજી કરતા પહેલાં ઉમેદવારોએ ભરતીની સત્તાવાર જાહેરાત વાંચવી જોઈએ. લાયકાત, ઉંમર, અરજીની છેલ્લી તારીખ અને પસંદગી પ્રક્રિયા અંગેની માહિતી તપાસવી જરૂરી છે. કોઈ અજાણી વેબસાઇટ કે વ્યક્તિને પૈસા આપીને ભરતીમાં જોડાવાનો પ્રયાસ ન કરવો. ખાસ કરીને KRDPની 12,878 જગ્યાઓની ભરતી અંગે સાવચેતી રાખવી. ખોટી જાહેરાતના કારણે ઉમેદવારોના પૈસા અને અંગત માહિતી જોખમમાં મુકાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ