ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 5 વર્ષ માટે ₹2 લાખનું રોકાણ ક્યાં કરવું? પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓમાં મળી રહ્યું છે આકર્ષક વ્યાજ!

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / 5 વર્ષ માટે ₹2 લાખનું રોકાણ ક્યાં કરવું? પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓમાં મળી રહ્યું છે આકર્ષક વ્યાજ!

Last Updated: 02:34 PM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમારી પાસે ₹2 લાખ છે અને 5 વર્ષ માટે સુરક્ષિત રોકાણ કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ સારો વિકલ્પ બની શકે છે. આ યોજનાઓમાં સરકારી સુરક્ષા સાથે વ્યાજની આવક પણ મળે છે.

1/7

photoStories-logo

1. પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણની તક!

પોસ્ટ ઓફિસની અલગ-અલગ યોજનાઓમાં રોકાણ કરવાની તક છે. કેટલીક યોજનાઓમાં 5 વર્ષ પછી એકસાથે મોટી રકમ મળે છે, તો કેટલીકમાં દર મહિને કે ત્રણ મહિને આવક મેળવી શકાય છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2026ની ત્રિમાસિક ગાળામાં આ યોજનાઓના વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા છે. તમારી જરૂરિયાત પ્રમાણે યોગ્ય યોજના પસંદ કરવી જરૂરી છે. ચાલો જાણીએ, ₹2 લાખના રોકાણ પર કઈ યોજનામાં કેટલો ફાયદો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ: 5 વર્ષમાં મળશે આકર્ષક વ્યાજ

પોસ્ટ ઓફિસની 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ યોજના એવા લોકો માટે ઉપયોગી છે, જેઓ એકસાથે પૈસા રોકીને 5 વર્ષ પછી રકમ મેળવવા માંગે છે. આ યોજનામાં હાલમાં 7.5 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. વ્યાજની ગણતરી દર ત્રણ મહિને કરવામાં આવે છે અને વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે.₹2 લાખનું રોકાણ કરવાથી 5 વર્ષ પછી આશરે ₹2.77 લાખ જેટલી રકમ મળી શકે છે. એટલે કે, મૂળ રોકાણ ઉપરાંત લગભગ ₹77,136નું વ્યાજ મળી શકે છે. જોકે, વાસ્તવિક રકમ વ્યાજની ગણતરી અને લાગુ નિયમો પ્રમાણે અલગ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC): વ્યાજ પર પણ વ્યાજનો લાભ

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે NSC એવા લોકો માટે સારો વિકલ્પ છે, જેઓ 5 વર્ષ પછી એકસાથે મોટી રકમ મેળવવા માંગે છે. આ યોજનામાં હાલમાં 7.7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. તેમાં વ્યાજ પર પણ વ્યાજ મળતું હોવાથી રોકાણની રકમમાં વધારો થાય છે.જો તમે ₹2 લાખનું રોકાણ કરો છો, તો 5 વર્ષ પછી આશરે ₹2,89,807 મળી શકે છે. એટલે કે, લગભગ ₹89,807ની વ્યાજની આવક થાય છે. જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરનારા લોકો આ યોજનામાં લાગુ નિયમો અને મર્યાદા પ્રમાણે ટેક્સ છૂટનો લાભ પણ મેળવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મન્થલી ઇન્કમ સ્કીમ (MIS): દર મહિને મળશે આવક

જે લોકોને એકસાથે મોટી રકમ મેળવવા કરતાં દર મહિને નિયમિત આવકની જરૂર હોય, તેમના માટે પોસ્ટ ઓફિસની મન્થલી ઇન્કમ સ્કીમ ઉપયોગી બની શકે છે. આ યોજનામાં હાલમાં 7.4 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે.₹2 લાખનું રોકાણ કરવાથી દર મહિને આશરે ₹1,233 વ્યાજ મળી શકે છે. આ રીતે 5 વર્ષ દરમિયાન કુલ ₹74,000 જેટલી વ્યાજની આવક થાય છે. યોજનાની મુદત પૂરી થયા પછી મૂળ રોકાણના ₹2 લાખ પાછા મળે છે. નિયમિત ઘરખર્ચ માટે આ યોજના ઉપયોગી બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS): વરિષ્ઠ નાગરિકો માટે વધુ વ્યાજ

60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ એટલે કે SCSS સારો વિકલ્પ છે. આ યોજનામાં હાલમાં 8.2 ટકા વાર્ષિક વ્યાજ મળે છે, જે અહીં જણાવેલી ચાર યોજનાઓમાં સૌથી વધુ છે.₹2 લાખનું રોકાણ કરવાથી દર ત્રણ મહિને ₹4,100 વ્યાજ મળી શકે છે. 5 વર્ષ દરમિયાન કુલ ₹82,000ની વ્યાજની આવક થાય છે. મુદત પૂરી થયા પછી મૂળ રોકાણના ₹2 લાખ પણ પાછા મળે છે. નિવૃત્તિ પછી નિયમિત આવક મેળવવા માટે આ યોજના ઉપયોગી બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. જરૂરિયાત પ્રમાણે પસંદ કરો યોગ્ય યોજના

જો તમારે 5 વર્ષ પછી એકસાથે મોટી રકમ મેળવવી હોય, તો ટાઈમ ડિપોઝિટ અથવા NSC પર વિચાર કરી શકો છો. દર મહિને આવકની જરૂર હોય તો MIS ઉપયોગી છે. જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે SCSS નિયમિત વ્યાજની આવકનો વિકલ્પ બની શકે છે.રોકાણ કરતાં પહેલાં યોજનાની મુદત, વ્યાજની ચૂકવણી, ટેક્સ અને પૈસા ઉપાડવાના નિયમો તપાસવા જરૂરી છે. વ્યાજદર સમય પ્રમાણે બદલાઈ શકે છે. તેથી રોકાણ કરતા પહેલાં પોસ્ટ ઓફિસમાં હાલના વ્યાજદર અને નિયમોની માહિતી મેળવી લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Post Office Schemes VTV Gujarati 5 Year Investment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ