બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Notice to vacate building to 50 employees of Gujarat Vidyapith

અમદાવાદ / ગૂજરાત વિદ્યાપીઠના 50 કર્મચારીઓને મકાન ખાલી કરવા નોટિસ, અપાઇ આ અંતિમ ડેડલાઇન

Malay

Last Updated: 09:04 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂજરાત વિદ્યાપીઠના કાર્યકારી કુલસચિવ દ્વારા કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્ગ-4ના 50 કર્મચારીઓને મકાન ખાલી કરવાની નોટિસ અપાઈ છે. નોટિસમાં તેમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

  • ગૂજરાત વિદ્યાપીઠના 50 કર્મીને નોટિસ
  • વર્ષોથી કામ કરતા 50 સેવકોને નોટિસ
  • 1 જૂન સુધીમાં મકાન ખાલી કરવાનો અપાયો સમય

ગૂજરાત વિદ્યાપીઠના 50 કર્મચારીઓને કાર્યકારી કુલસચિવ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ઘણા વર્ષોથી વિદ્યાપીઠમાં કામ કરતા 50 કર્મચારીઓને કાર્યકારી કુલસચિવે મકાન ખાલી કરવાની નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યા અનુસાર આ કર્મચારીઓ એક મહિનામાં મકાન ખાલી નહીં કરે તો મકાનનું બજાર ભાડું વસુલવામાં આવશે. 

ગૂજરાત વિદ્યાપીઠને હાઇકોર્ટનો સ્પષ્ટ આદેશ, કહ્યું 'UGCએ આપેલા નિર્દેશોનું 8  સપ્તાહમાં પાલન કરો' | HC orders Gujarat Vidyapith to comply with UGC  directives

 

50 કર્મચારીઓને નોટિસ
ગૂજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર ભરત જોષીના જણાવ્યા મુજબ, ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્ગ-4ના 50 કર્મચારીઓને કેમ્પસમાં આવેલા મકાન ખાલી કરવાની નોટિસ અપાઇ છે. તેમને મકાન ખાલી કરવા માટે 1 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. 1 જૂન બાદ પણ ખાલી ન કરે તેમની પાસેથી બજાર ભાડું વસૂલવામાં આવશે.

કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા પાઠવામા આવી નોટિસ
તેમણે જણાવ્યું છે કે, વર્ગ 4ના કર્મીઓને કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં આ નોટિસ પાઠવવામાં આવી છે. જે કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. ઉમેદવારોની અભ્યાસ અને સ્કિલના આધારે ભરતી કરવામાં આવશે. નવા ઉમેદવારોને પણ નોકરી માટેની તક મળે તે વિદ્યાપીઠનો મુખ્ય ઉદ્દેશ છે.

 

ગુજરાત વિદ્યાપીઠનો પરીક્ષા કાર્યક્રમ જાહેર, જાણો સમગ્ર ટાઇમટેબલ | Gujarat  Vidyapeeth examination will be held from 6th august

અમને ચૂકવાય છે 350 રૂપિયાનું મહેનતાણુઃ કર્મચારી
આ મામલે એક કર્મચારીએ જણાવ્યું કે, વિદ્યાપીઠનો પગાર એટલા માટે પોસાતો હતો કારણ કે અમને અહીં રહેવાની સગવડ આપવામાં આવતી હતી. અમને દરરોજનું 350 રૂપિયાનું મહેનતાણું ચૂકવાય છે. જેમાંથી મેડિકલ, પીએપ વિગેરે કપાયા છે. આ વિસ્તારમાં ભાડેથી રહેવા જેટલો પગાર પણ નથી. હવે અમારી ઉંમર પણ થઈ ગઈ હોવાથી બીજી જગ્યાએ સરળતાથી નોકરી પણ મળશે નહીં. સાથે મકાન ખાલી કરવા એક મહિનાનો સમય અપાયો છે. વિદ્યાપીઠે અમે આપેલી સેવાને ધ્યાને લઇને અમને નોકરીમાંથી છૂટા ન કરવા જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ