બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Not only Poonam Pandey Manisha Koirala has also created a drama of death FIR was filed
ADVERTISEMENT
તાજેતરમાં જ એક સમાચાર આવ્યા હતા જેણે બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં પૂનમના સોશિયલ મીડિયા દ્વારા, તેના પીઆરએ જણાવ્યું હતું કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરથી થયું છે. જોકે, બીજા જ દિવસે તે સોશિયલ મીડિયા પર આગળ આવી અને તેણે આ સમાચારને ખોટા ગણાવ્યા અને કહ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આવું કર્યું છે. આ પછી તેને લોકોની ઘણી ટીકાઓ સાંભળવી પડી હતી.
.jpg)
ADVERTISEMENT
પણ શું તમને એ ખબર છે કે પૂનમ એકલી જ નથી જેણે પોતાના મૃત્યુના ખોટ સમાચાર ફેલાવવાનું આવું કામ કર્યું છે, આ પહેલા મનીષા કોઈરાલા વિશે પણ એમની મૃત્યુના ખોટ સમાચાર ફેલાયા હતા, ચાલો જાણીએ શું છે એ સમગ્ર મામલો.
એક અહેવાલ અનુસાર, 1994ની ફિલ્મ 'ક્રિમિનલ' માટે, ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટે ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર મનીષા કોઈરાલાના મૃત્યુના સમાચાર પ્રકાશિત કર્યા હતા. મુકેશે વિચાર્યું કે ફિલ્મને પ્રમોટ કરવાની આ એક અદ્ભુત રીત છે અને તેણે વિચાર્યા વિના આ નિર્ણય લીધો. જોકે, બાદમાં તેને આ માટે આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT
જ્યારે મુકેશ ભટ્ટે આ સમાચાર મીડિયા સમક્ષ રજૂ કર્યા તો બધા ચોંકી ગયા હતા. મુકેશ ભટ્ટે આ સમાચાર જાહેર કર્યા બાદ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. આવું એટલા માટે થયું કારણ કે ઘણા સ્ટાર્સે મનીષા કોઈરાલાના મૃત્યુના સમાચારને સાચા માની લીધા હતા. પરંતુ જ્યારે સત્ય બહાર આવ્યું તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મહેશ ભટ્ટના આ નિર્ણય બાદ લોકોએ તેમની ખૂબ ટીકા કરી હતી. એવું કહેવાય છે કે મનીષા કોઈરાલાને પણ તેમના મૃત્યુના ખોટા સમાચાર વિશે કોઈ જાણ નહોતી.
વધુ વાંચો: Lal Salaam Trailer: એક્શન-ઇમોશનથી ભરપૂર છે 'લાલ સલામ'નું ટ્રેલર, રજનીકાંતની ફૂલ સ્વૈગમાં એન્ટ્રી
ADVERTISEMENT
ક્રિમિનલ ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને નિર્માતા મુકેશ ભટ્ટ હતા અને તેમણે પ્રેક્ષકોને થિયેટરોમાં લાવવા માટે આ બધું કર્યું હતું. જો કે, ચાહકોને ફિલ્મ ક્રિમિનલ વધુ પસંદ આવી ન હતી અને લોકોએ તેને સૌથી ખરાબ ફિલ્મ ગણાવી હતી. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ખોટ સમાચાર ફેલાવવા બદલ ફિલ્મ નિર્માતા વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.