બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Politics / Not a single NPA in the three decades of its existence Adani Group rubbishes Subramanian Swamy allegations
Last Updated: 08:42 PM, 17 January 2021
તેમણે કહ્યું કે કંપનીએ તેની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધી ત્રણ દાયકામાં એક પણ રૂપિયાનો NPA ન હોવાનો રેકોર્ડ રાખ્યો છે.
ADVERTISEMENT
અદાણીએ 4.5 લાખ કરોડની બેન્ક લોન ન ભરી હોવાનો આક્ષેપ
નોંધનીય છે કે ભાજપના MP સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટર ઉપર અદાણીએ 4.5 લાખ કરોડની બેન્ક લોન ન ભરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમનો આક્ષેપ હતો કે આ લોન NPA થઇ ગઈ છે. તેમણે ગૌતમ અદાણી (અદાણી ગ્રુપના ચેરમેન) માટે ટ્રેપેઝે આર્ટિસ્ટ એટલે કે ઝૂલા ઝૂલતો કલાકાર એવો શબ્દ વાપર્યો હતો.
ADVERTISEMENT
Trapeze Artist Adani now owes Rs. 4.5 lakh crores as NPA to banks. Correct me if I am wrong. Yet his wealth is doubling every two years since 2016. Why can’t he repay the banks? May be like with the six airports he has bought he might soon buy out all the banks he owes money.
— Subramanian Swamy (@Swamy39) January 15, 2021
"અદાણીએ દેશના 6 એરપોર્ટ ખરીદી લીધા તેવી રીતે આ બેંકોને પણ ખરીદી લેશે"
તેમણે વધુમાં આક્ષેપ લગાવ્યો હતો કે અદાણીની સંપત્તિ 2016થી દર બે વર્ષે બમણી થઇ રહી છે આમ છતાં તેઓ બેંકને દેવું પાછું આપી રહ્યા નથી. તેમણે એટલી હદ સુધી કહ્યું હતું કે અદાણીએ કદાચ દેશના 6 એરપોર્ટ ખરીદી લીધા તેવી રીતે આ બેંકોને પણ ખરીદી લેશે.
અદાણીએ સુબ્રમણ્યમ સ્વામીના આરોપોનું ખંડન કરતો પત્ર શેર કર્યો
આ મુદ્દે અદાણીએ સુબ્રમણ્યમ સ્વામીના આરોપોનું ખંડન કરતો પત્ર શેર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે કંપનીના 3 દાયકામાં કંપનીનું કોઈ NPA ઉભું થયું નથી.
Here’s our official response to the Honorable MP in Rajya Sabha @Swamy39's tweet. https://t.co/Kn9xZUszEb pic.twitter.com/I6O6Ne705c
— Adani Group (@AdaniOnline) January 16, 2021
"સ્વામીએ તેમની ટ્વીટમાં ખોટા ખોટા આંકડા લખી દીધા છે"
તેમણે ટ્વીટર ઉપર સ્ટેટમેન્ટ શેર કરીને તેમાં કહ્યું હતું કે તેઓ સ્વામીની ટ્વીટ સામે તેમનો વાંધો પ્રગટ કરે છે. સ્વામીએ તેમની ટ્વીટમાં ખોટા ખોટા આંકડા લખી દીધા છે.
દેશના બજાર માંગને પહોંચી વળવા મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું: અદાણી
તેમણે વધુમાં કહ્યું કે તેમનો મુખ્ય સિદ્ધાંત રાષ્ટ્રનિર્માણ છે. આ માટે તેમણે દેશના બજાર માંગને પહોંચી વળવા મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે. તેમણે કહ્યું કે તેમનો ક્રેડિટ રેશિયો 4થી ઓછો છે જે ઘણું સારું ક્રેડિટ રેટિંગ દર્શાવે છે. તેમણે કહ્યું કે તેમને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ સારું ક્રેડિટ રેટિંગ આપ્યું છે.
સારી ક્રેડિટ રેટિંગ પાછળ આ છે કારણ
તેમનો દાવો છે કે તેમના સુઘડ વહીવટ અને સારા કેપિટલ મેનેજમેન્ટને કારણે તેઓ તેમની ક્રેડિટ રેટિંગને સારી જાળવી શક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.