બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Norway, Italy, Japan, France are some places where punishment after death is provided for.

રહસ્ય / OMG.!દુનિયાની એવી જગ્યાઓ..જ્યાં મરવા પર છે પ્રતિબંધ, મોત પછી મડદાને મળે છે સજા

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:38 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોર્વે, ઈટાલી, જાપાન, ફ્રાન્સમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મૃત્યુ પછી સજાની જોગવાઈ છે, કબ્રસ્તાનમાં દફનાવવા માટે કોઈ જગ્યા જ બચી નથી.

  • કેટલાક સ્થળોએ મૃત્યુ પર સંપૂર્ણ પ્રતિબંધ છે
  • ત્યુ થઈ જાય છે તો સજાની જોગવાઈ પણ છે
  • કબ્રસ્તાનમાં દફનાવવા માટે જગ્યા જ બચી નથી


વિશ્વના તમામ દેશોમાં અલગ-અલગ ગુનાઓ માટે જુદી જુદી સજા અને નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ મૃત્યુ માટે પણ સજાની હોય તો, સંભાળીને નવાઈ લાગે છે. ચાલો જાણીએ કેટલીક એવી જગ્યાઓ વિશે જ્યાં મૃત્યુ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને તમારૂ મૃત્યુ થઈ જાય છે તો સજાની જોગવાઈ કરવામાં આવી છે. નોર્વે, ઈટાલી, જાપાન, ફ્રાન્સમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મૃત્યુ પછી સજાની જોગવાઈ છે. 

મૃત્યુ પર પ્રતિબંધ
નોર્વે, ઇટાલી, જાપાન સહિતના કેટલાક દેશોના અમુક સ્થળોએ ભૌગોલિક અને પર્યાવરણીય કારણોસર મૃત્યુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોર્વેના લોંગેયરબ્યેનમાં 70 વર્ષથી કોઈને દફનાવવામાં આવ્યા નથી કારણ કે ત્યાં એટલો બધો બરફ પડે છે. જેનાથી મૃતદેહો સડતા નથી અને નથી નાશ પામતા. અહીં બીમાર વ્યક્તિ અથવા મૃત્યુ પામેલા વ્યક્તિને અન્ય શહેરમાં લઈ જવામાં આવે છે. ઇટાલીમાં ફાલ્સિયાનો ડેલ મેસિકો નામની જગ્યા પર પણ આવી જ સ્થિતિ છે. અહીં તો એવો નીયમ છે કે અહીં મરવું ગેરકાયદેસર છે. કારણ કે અહીં કબ્રસ્તાનમાં દફનાવવા માટે કોઈ જગ્યા જ બચી નથી. 

એત્સુકુશિમામાં મૃત્યુ અને જન્મ પર પ્રતિબંધ
એક મીડિયા રિપોર્ટ મુજબ જાપાનના એત્સુકુશિમામાં 1878થી મૃત્યુ અને જન્મ પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. અહી સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને બીમાર લોકો માટે અહી જવા માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ફ્રાન્સના સરપોરેન્ક્સ સ્થિત એક ગામમાં એવો આદેશ છે કે, મરતા પહેલા તેને ત્યાંથી દૂર મુકી દેવામાં આવે છે. કારણ કે, અહી કબ્રસ્તાનમાં જગ્યા જ નથી. દક્ષિણ ઇટાલીના સેલિયામાં બીમાર હોવું પણ ગુનો છે. તો કંઈક આવું જ છે સ્પેનના લેન્ઝારોનમાં જ્યાં કબ્રસ્તાનની ઘટ છે.

જાગૃતિ અભિયાન
માહિતી મુજબ કે, સ્થાનિક વાતાવરણને કારણે આવા આદેશો આપવામાં આવ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ સ્મશાનગૃહના અભાવ છે. જો કે, આ બાબતને લઈ લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશો પણ અપાય છે. કેટલીક જગ્યાએ તો એવું છે કે જો લોકો જાગૃતિ અભિયાનમાં ભાગ ન લે તો તેમને દંડ ફટકારવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Death Ban Death Rule No Death Rule punishment કબ્રસ્તાન મૃત્યુ પર પ્રતિબંધ Krabastan

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ