ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / No fees for kartarpur corridor pilgrimages says pakistan pm imran khan

નિર્ણય / પાક. PM ઇમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું, આ દિવસે ભારતીયોને પાકિસ્તાન આવવા પાસપોર્ટની પણ જરૂર નથી

Published By: Parth

Last Updated: 12:06 PM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ ગુરુદાસ્પુરથી કરતારપુર કોરીડોરનું કરશે ઉદઘાટન જયારે ઇમરાન ખાન બીજા છેડેથી કરતારપુર કોરીડોર ખુલ્લો મુકશે. આ પહેલા તેમણે મોટી જાહેરાત કરી છે કે કરતાપુરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓએ પાસપોર્ટની જરૂર નહિ રહે અને પ્રથમ દિવસે કોઈ જ ફી લેવામાં આવશે નહિ

ADVERTISEMENT

  • પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કરી આપી રાહત 
  • પ્રથમ દિવસે કોઈ ફી લેવામાં આવશે નહિ 
  • પાસપોર્ટ વગર શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન 

પાસપોર્ટ વગર કરી શકાશે દર્શન 

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું કે  9 નવેમ્બરના રોજ ઉદઘાટનના દિવસે કોઈ પણ ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી ફી લેવામાં નહિ આવે. પ્રથમ દિવસે કોઈ પણ યાત્રિકોએ ફી ભરવી  પડશે નહિ. આ સિવાય તેમણે અન્ય એક ઘોષણા કરી કે શીખ શ્રદ્ધાળુઓએ કરતારપુર દર્શન કરવા આવવા માટે પાસપોર્ટની જરૂર નહિ પડે. 

દસ દિવસ અગાઉ નોંધણી નહિ કરાવવી પડે 

પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે શીખ શ્રદ્ધાળુઓ માટે બે મોટી રાહત આપી છે એક  અહિયાં આવતા કોઈ પણ શ્રદ્ધાળુઓએ પાસપોર્ટની જરૂર નહિ પડે, વોટર આઈડી કાર્ડથી એન્ટ્રી આપી દેવામાં આવશે. શ્રદ્ધાળુઓએ 10 દિવસ અગાઉથી જ નોંધણી કરવાની જરૂર નહિ પડે આ સિવાય પ્રથમ દિવસે તેમની પાસે કોઈ ફી લેવામાં આવશે નહિ. 

દરરોજ 5000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

ભારત-પાકિસ્તાનની (India) (Pakistan) વચ્ચે થયેલી સમજૂતી બાદ કરતારપુર કૉરિડોરને (Kartarpur corridor) આધારે દરરોજ 5000 શ્રદ્ધાળુઓ દર્શન માટે જઇ શકશે. વિશેષ મોકાઓ પર વધારે શ્રદ્ધાળુઓ પણ અહીં પહોંચી શકશે. પાકિસ્તાને ભારતને ભરોસો અપાવ્યો છે કે તે શ્રદ્ધાળુઓની વધારે સંખ્યાને કરતારપુર કૉરિડોર આવવાની પરવાનગી આપવા ઇચ્છે છે.

365 દિવસ ખુલ્લો રહેશે કરતારપુર કોરિડોર 

કરતારપુર કૉરિડોર વર્ષનાં 365 દિવસ ખુલ્લી રહેશે. શ્રદ્ધાળુઓ પાસે આ વિકલ્પ હશે કે તેઓ એકલા જઇ શકશે અથવા તો પછી તેમની પાસે સમૂહમાં જવાની સુવિધા હશે. વ્યવસ્થા અનુસાર શ્રદ્ધાળુ ચાલીને જ અહીં આવશે. બંને પક્ષ બુઢી રાવી નહેર પર પુલ બનાવવા માટે રાજી થઇ ગયા છે

સંકળાયેલા મુદ્દાઓ

Imaran Khan Kartarpur corridor pakistan Decision

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ