બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / no cricket in india in the near future sourav ganguly

નિવેદન / ભારતમાં ક્યારથી શરૂ થશે ક્રિકેટ? આ સવાલ પર સૌરવ ગાંગુલીએ તોડ્યું મૌન, કહ્યું...

Krupa

Last Updated: 07:16 PM, 22 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના પગલે દુનિયાના મોટાભાગના દેશોની જેમ ભારતમાં પણ રમતો ઠપ્પ થઇ ગઇ છે. ક્રિકેટની સૌથી મોટી લીગ IPL ને પણ અનિશ્ચિત સમય માટે ટાળી દેવામાં આવી છે. એવામાં દરેક ક્રિકેટ પ્રશંસકોના મનમાં એક પ્રશ્ન છે કે ભારતમાં ક્રિકેટ ક્યારથી ફરી શકૂ થશે. હવે આ બબાતે ગાંગુલીએ મૌન તોડ્યું છે.

  • બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભારતમાં ક્રિકેટ ક્યારથી રમાશે એના માટે આપ્યું નિવેદન 
  • ટીમ ઇન્ડિયાના સ્પિનર હકભજન સિંહે પણ સમર્થન આપ્યું છે
  • ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધું કે ભારત અને જર્મનીની સ્થિતિ અલગ અલગ છે

ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને હાલનો બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હવે આ સવાલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

ભારત અને જર્મનીની સ્થિતિ અલગ 
વાસ્તવમાં ભારતમાં કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે લૉકડાઉનનો સમય 3 મે સુધી વધારી દેવામાં આવ્યો છે. આ વચ્ચે એવા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે જર્મનીમાં બુંડેસલીગા લીગ મે મહિનામાં આયોજિત કરવામાં આવી શકે છે. એવામાં જ્યારે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અન્ય દેશોમાં રમત ચાલુ થવાનો વિચાર થઇ રહ્યો છે ચો શું ભારતમાં આ શક્ય છે. એની પર ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધું કે ભારત અને જર્મનીની સ્થિતિ અલગ અલગ છે.

એક રિપોર્ટ અનુસાર સૌરવ ગાંગુલીએ કહ્યું, જર્મની અને ભારતની સામાજિક સ્થિતિઓ અલગ અલગ છે. ભારતમાં નજીકના ભવિષ્યમાં કોઇ પ્રકારની ક્રિકેટ નહીં યોજાય. એને લઇને ઘણા મંતવ્ય હોઇ શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હું એવી કોઇ રમતમાં વિશ્વાસ નથી કરતો, જેનાથી માણસના જીવ જોખમમાં મૂકાય.

હરભજન સિંહે કર્યું ગાંગુલીનું સમર્થન
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના સમર્થનમા ટીમ ઇન્ડિયાના સ્પિનર હકભજન સિંહે પણ સમર્થન આપ્યું છે. એને કહ્યું જ્યારે આઇપીએલ ટીમો સફર કરે છે તો એરપોર્ટ, હોટલ્સ અને સ્ટેડિયમની બહાર ખૂબ ભીડ એકત્રિત થાય છે. જો તમે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરી રહ્યા છો તો આ ચીજને કેવી રીતે રોકશો. એવામાં જ્યાં સુધી કોરાના વાયરસની દવા ઉપલબ્ધ થતી નથી ત્યાં સુધી કોઇ પ્રકારની ક્રિકેટ રમવામાં આવશે નહીં. 

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં અત્યાર સુધી એક લાખ 77 હજારથી વધારે લોકોનો મોત થયા છે. વર્લ્ડમાં આ મહામારીના સંક્રમણમાં 25 લાખથી વધારે લોકો આવી ચુક્યા છે. ભારતની વાત છે તો ચીનના વુહાન શહેરમાંથી નિકળેલી આ મહામારીએ અહીંયા આશરે 650 લોકોના જીવ લીધા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Cricket Sourav Ganguly sports કોરોના વાયરસ સૌરવ ગાંગુલી હરભજન સિંહ Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ