બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / nitish kumar become the chief minister of bihar for the 9th time with support of bjp bihar politcs

બિહાર / સવારે રાજીનામું, પછી સાંજે શપથ, કાલે 9મી વાર બિહારના સીએમ બનશે નીતિશ કુમાર

Hiralal

Last Updated: 09:30 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિશ કુમાર આવતીકાલે સવારમાં સીએમ પદેથી રાજીનામું આપીને સાંજે ભાજપના ટેકાની નવી સરકારના સીએમ તરીકે શપથ લેશે.

  • આવતીકાલે નીતિશ કુમાર આપશે રાજીનામું
  • ભાજપના ટેકાથી બનાવશે નવી સરકાર
  • સાંજે લેશે શપથ

બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે રવિવાર સવાર સુધીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પદ પરથી રાજીનામું આપી શકે છે. મુખ્યમંત્રીના નજીકના એક સૂત્રએ શનિવારે આ માહિતી આપી હતી. નામ જાહેર ન કરવા માગતા સૂત્રે જણાવ્યું હતું કે, શનિવારે મોડી સાંજ સુધીમાં નીતિશકુમાર રાજીનામું આપી દે તેવી શક્યતા નકારી શકાય નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર રવિવારે સાંજ સુધી ફરીથી બિહારના મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. નીતીશ કુમાર રાજીનામું આપતા પહેલા ધારાસભ્ય દળની બેઠક યોજશે. ભાજપના ટેકાથી નવી સરકાર રચાય તેવી શક્યતા વચ્ચે સચિવાલય જેવી સરકારી કચેરીઓને રવિવારે ખુલ્લી રાખવાનું કહેવામાં આવ્યું છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટોચની નેતાગીરી તરફથી કુમાર રાજીનામું ન આપે ત્યાં સુધી કોઈ ઔપચારિક જાહેરાત ન કરવાની સૂચના મળી છે.

રવિવારે સવારે 10 વાગ્યે બેઠક 
જેડીયુ વિધાયક દળની બેઠક રવિવારે સવારે 10 વાગે થશે. જે બાદ સીએમ હાઉસમાં જ એનડીએ વિધાયક દળની બેઠક યોજાશે. બેઠક બાદ નીતિશ રાજભવન જઈને રાજીનામું આપશે અને એનડીએના ધારાસભ્યોને સમર્થનનો પત્ર પણ આપશે. ત્યારબાદ તેઓ 4 વાગે શપથ ગ્રહણ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે રવિવારે બિહાર સચિવાલયની રજા રદ્દ કરી દેવામાં આવી છે, એટલે કે રવિવારે સચિવાલય ખુલ્લુ રહેશે. જેડી(યુ)ના ધારાસભ્યો પટનાના અની માર્ગ સ્થિત મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. રાજકીય ઊથલપાથલ વચ્ચે નીતિશે આજે સાંજે જેડીયુના ધારાસભ્યોને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. શુક્રવારે સાંજે નીતિશ કુમારે પોતાના નિવાસસ્થાને ચાર વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને બિહારની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં લલ્લન સિંહ સહિત ઘણા મોટા નામો સામેલ થયા હતા.

તૂટશે મહાગઠબંધનની સરકાર
નીતિશથી પલટીથી બિહારમાં ગઠબંધનની સરકાર તૂટી જશે. સામે પક્ષે આરજેડીએ પણ પોતાની રીતે સરકાર બનાવવા ધમપછાડા શરુ કર્યાં છે પરંતુ તેને સરકા બનાવવા માટે તેવો ઓછો ચાન્સ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ