બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / niti aayog gave good news told how much poverty is left in the india

રિપોર્ટ / શું ખરેખર દેશમાં ઘટી રહ્યું છે ગરીબીનું પ્રમાણ? NITI આયોગે આપ્યા ગુડ ન્યુઝ, જુઓ રિપોર્ટ

Published By: Vikram Mehta

Last Updated: 11:25 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિ આયોગે રાહતના સમાચાર આપ્યા છે. તાજતેરમાં એક સર્વે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ભારતમાં ગરીબી 5 ટકા ઘટી હોવાનું જણાવ્યું છે.

નીતિ આયોગે રાહતના સમાચાર આપ્યા છે. તાજતેરમાં એક સર્વે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ભારતમાં ગરીબી 5 ટકા ઘટી હોવાનું જણાવ્યું છે.

નીતિ આયોગે રાહતના સમાચાર આપ્યા છે. CEO બીવીઆર સુબ્રમણ્યમે ભારતમાં ગરીબી 5 ટકા ઘટી હોવાનું જણાવ્યું છે. તાજતેરમાં એક સર્વે જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રામીણ વપરાશ વધુ મજબૂત થયો છે અને શહેરી વપરાશમાં ધટાડો થઈ રહ્યો છે. ઉપભોગ ખર્ચના આધાર પર ગરીબીનું સ્તર નક્કી કરવામાં આવે છે. 

CEO બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું કે, ‘આ સર્વેના આધાર ભારતમાં ગરીબીનું સ્તર 5 ટકા અથવા તેનાથી ઓછું થઈ શકે છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2011-12માં ભોજન પર 53 ટકા ખર્ચ થતો હતો, જે વર્ષ 2022-23માં ઘટીને 46.4 ટકા થઈ ગયો છે. આ આંકડા પરથી જાણી શકાય છે કે, વપરાશમાં ઝડપથી બદલાવ આવ્યો છે. ભોજન અને અનાજની ભાગીદારી ઓછી થઈ છે.’

રિપોર્ટ અનુસાર ફ્રીજ, ટીવી, મેડિકલ કેયર અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચામાં વધારો થયો છે. અનાજ અને દાળ પર ખર્ચો ઓછો થયો છે. વર્ષ 2011-12માં ગ્રામીણ વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ ઉપભોગ ખર્ચ 1,430 રૂપિયા હતો જે વર્ષ 2022-23માં વધીને 3,772 રૂપિયા થઈ ગયો છે. વર્ષ 2011-12માં શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ ઉપભોગ ખર્ચ 2,630 રૂપિયા હતો જે વર્ષ 2022-23માં વધીને 6,459 રૂપિયા થઈ ગયો છે. 

રિપોર્ટ
રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ 2011-12માં દર મહિને થતો ભોજન ખર્ચ 53 ટકાથી ઘટીને 46.4 ટકા થઈ ગઈ છે. બિન ભોજન ખર્ચ 47.15 ટકાથી વધીને 54 ટકા પર પહોંચી ગયો છે. શહેરી વિસ્તારોમાં ભોજન ખર્ચ 43 ટકાથી ઘટીને 39.2 ટકા થઈ ગઈ છે. બિન ભોજન ખર્ચ 57.4 ટકાથી વધીને 60.8 ટકા પર પહોંચી ગયો છે.

વધુ વાંચો: Gyanvapi Case: વ્યાસજીના ભોંયરામાં પૂજા-પાઠ શરૂ રહેશે, ઇલાહાબાદ હાઇકોર્ટનો મોટો ફેંસલો

CEO બીવીઆર સુબ્રમણ્યમે વધુમાં જણાવ્યું કે, ‘ભોજનના મામલે પીણાં, પ્રોસેસ્ડ ફૂડ, દૂધ અને ફળોનો વપરાશ વધ્યો છે.’ વર્ષ 2014માં RBIએ જણાવ્યું હતું કે, ‘દર મહિને પ્રતિ વ્યક્તિએ શહેરી વિસ્તારોમાં 1,407 રૂપિયાનો ખર્ચ અને ગ્રામીણ વિસ્તારોમાં 907 રૂપિયાનો ખર્ચ થતો હતો, જે ગરીબીરેખા હેઠળ માનવામાં આવે છે.’

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Niti Aayog india poverty niti aayog report poverty poverty report ગરીબી રિપોર્ટ નીતિ આયોગ નીતિ આયોગ રિપોર્ટ ભારતમાં ગરીબી NITI Aayog Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ