બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / night curfew is likely to be extend in gujarat amid corona virus outbreak
ADVERTISEMENT
રાજ્યમાં લાદેલા કર્ફ્યૂની અવધિમાં વધારો થવાની શક્યતા
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના સંકટથી પસાર થઈ રહ્યો છે ત્યારે હાલમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો સામે આવી રહ્યો છે. આ ઘટાડા વચ્ચે હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોની અવધિ સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે સૂત્રો અનુસાર રાજ્યમાં લાગુ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો હજુ પણ સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવે તેવી શક્યતા છે.
25 મે સુધી કર્ફ્યૂ લંબાવવાની સરકારની વિચારણા
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ભલે ઓછા થઈ રહ્યા હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી તેના કારણે રાજ્યમાં લાદવામાં આવેલા નાઈટ કર્ફ્યૂ તથા દિવસ માટેની ગાઈડલાઇન સહિતના પ્રતિબંધો 25 મે સુધી લંબાવી દેવામાં આવે તેવી સરકારમાં વિચારણા ચાલુ હોવાની માહિતી સામે આવી રહી છે. રાજ્યમાં બીજી લહેરમાં કોઈ પણ રિસ્ક ન લેવાના અભિગમ સાથે પ્રતિબંધોને થોડા હજુ લાંબા કરી શકે છે.
ADVERTISEMENT
કોર કમિટિની બેઠકમાં કર્ફ્યૂ મુદ્દે નિર્ણય લેવાશે
જોકે મહત્વની વાત છે કે રાજ્યના પાંચ જિલ્લાના ધારાસભ્યોએ હવે કર્ફ્યૂને હટાવી દેવા માટે રજૂઆત કરેલી છે અને હવે સમગ્ર મામલે આગામી કલાકોમાં મોટો નિર્ણય આવી શકે છે. કર્ફ્યૂ બાબતે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. જોકે આજે જ રાજ્ય પર વાવાઝોડાનું પણ સંકટ આવ્યું છે અને આગાહી અનુસાર સાંજે 6 વાગે વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે ત્યારે રાજ્ય સરકાર વાવાઝોડાના કામમાં પણ લાગેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.