બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Next month Being this constellation Good chance of rain

જ્યોતિષ / આવતા મહિને આ નક્ષત્ર હોવાથી રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના

Published By: Vishal

Last Updated: 03:56 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા દેશમાં એક કહેવત આપણને વારંવાર સાંભળવા મળે છે કે સમય પરિવર્તનશીલ છે. તેથી આપણે મહાવિદ્યાલય સુધી ભણ્યા કે ભારત ખેતીપ્રધાન દેશ છે. તેની ૭૦ ટકા વસતિ ખેતી ઉપર નભે છે. આજે સમય સાથે પવન પણ બદલાયો છે. આજના ભૌતિક યુગમાં લોકો રાતોરાત અમીર બની એશોઆરામની જિંદગી જીવવા ઇચ્છે છે, જેથી તેમણે પોતાનાં ખેતર, વાડી, વજિફા, જમીનો વેચી રાતોરાત નાણાં ભેગાં કરી વૈભવ સાથે રહેવાનું શરૂ કર્યું. તેથી આજે ભારતની જે વસતિ ૭૦ ટકા ખેતી ઉપર નભતી હતી તે વસતિ હવે માંડ ૫૦ ટકા ખેતી ઉપર નભતી થઇ ગઇ છે. હજુ સમયની સાથે રહી સહી જમીન, ખેતર પણ વેચાઇ જશે. ખેતરોને બદલે કોંક્રેટના જંગલ ઊભાં થઇ જશે. તે વાતમાં મીનમેખ નથી.

આજે ગ્લોબલ વોર્મિંગનો જબરદસ્ત હાઉ ઊભો થયો છે, જેથી નક્ષત્ર આધારિત જે વરસાદ વરસતો હતો તેમાં જબરદસ્ત ભંગાણ પડી ગયું છે. પહેલાં ચોમાસાના ચાર મહિનાના આઠ પખવાડિયાં સુધી જુદાં જુદાં નક્ષત્ર અને તેના વાહન મુજબ વરસતો વરસાદ આપણાં તન મન અને આત્માને તૃપ્ત કરતો હતો. આજે ગ્લોબલ વોર્મિંગને નાથવા આપણે વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસે તેવાં વૃક્ષ વાવવાં જોઇએ. તેવાં જંગલો ઊભાં કરવાં જોઇએ. જો વરસાદ નહીં પડે તો થોડાં વરસથી પીવાનાં પાણીની જે કાગારોળ મચી છે તેનું પ્રમાણ ખૂબ વધી જશે. એક સમયે આપણા દેશમાં સૌથી વધુ વરસાદ ધરાવતું ચેરાપૂંજી હતું. આજે તેનો ક્રમ ખૂબ પાછળ ધકેલાઇ ગયો છે.

• ૨૨.૦૬.૧૯-શનિ, આર્દ્રા, ઘનિષ્ઠા, હાથી, સ્ત્રી.પુ.ચં.ચં
આ પખવાડિયું હાથીનું વાહન ધરાવતું હતું. સ્ત્રી.પુ.ચં.ચં. હોવાથી વરસાદની દેશમાં ખેંચ પડી. વરસાદ પડ્યો ત્યાં જળબંબાકાર પડ્યો અને ન પડ્યો ત્યાં ખેતીનાં વાવેતર પણ ન થઇ શક્યાં.

• ૦૬.૦૭.૧૯-શનિ, પુનર્વસુ, મઘા, ઘેટું, સ્ત્રી.ચં.ચં.સ્ત્રી
ઘેટાંને વરસાદ ગમતો નથી. વળી સ્ત્રી.ચં.ચં.સ્ત્રીના સંજોગ ઊભા થયા હોવાથી વરસાદ ખૂબ ખેંચાયો. ઊભા પાક બળી જાય તેવી વિષમ સ્થિતિ ઊભી થઇ. ચારેય તરફ ભયંકર જળસંકટ ઊભાં થયાં. તેથી આ પખવાડિયું ખેતીને તથા વરસાદને અપજશ અપાવી ગયું.

• ૨૦.૦૭.૧૯-શનિ, પુષ્ય, શતતારા, ગધેડો, સ્ત્રી.પુ.ચં.સૂ., સંજોગિયું
ગધેડાને વરસાદ ગમતો નથી. તે વરસાદથી દૂર ભાગે. વૈશાખના ભયંકર તાપમાં સૂકું ઘાસ શોધી ખાઇ પુષ્ટ થાય. છતાં આ પખવાડિયામાં સ્ત્રી.પુ.સૂ.ચંદ્રનું સંજોગિયું નક્ષત્ર થયું હોવાથી ક્યાંક ખૂબ વરસાદ પડ્યો તો ક્યાંક તેની પુષ્કળ ખેંચ ઊભી થઇ. ક્યાંક ભયંકર જળસંકટ પ્રગટ્યાં તો ક્યાંક અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઇ.

• ૧૭.૦૮.૧૯-શનિ, આશ્લેષા, પૂ.ફા., મૂષક, સ્ત્રી.પુ.ચં.સૂ., સંજોગિયું
આ પખવાડિયાનું વાહન મૂષક છે. ઉંદરને વરસાદ ન ગમે. છતાં સંજોગિયું પખવાડિયું હોવાથી ખૂબ સારો વરસાદ પડે. વળી તેના સંજોગો જોતાં સ્ત્રી.પુ.ચં.સૂ. હોવાથી બધાની જોડી સચવાઇ પરંતુ મૂષકનું વાહન હોવાથી સારો વરસાદ પણ લોકોને અણગમતો વરસાદ બની હતાશા આપી જશે.

• ૩૧.૦૮.૧૯-શનિ, પૂ.ફા., પૂ.ફા. અશ્વ, સ્ત્રી.સ્ત્રી.સૂ.સૂ.
આ પખવાડિયું ખૂબ હતાશાજનક રહે. ઘોડાને વરસાદ ગમતો નથી. વળી સંજોગો પણ સ્ત્રી.સ્ત્રી.સૂ.સૂ. હોવાથી વરસાદના યોગ બનતા જ નથી. લોકો ગરમીથી ત્રાસી જશે. જે વાવેતર થયાં હશે તે વાવેતર બળી જશે.

• ૧૩.૦૯.૧૯-શુક્ર, ઉ.ફા., પૂ.ભાદ્ર મોર, સ્ત્રી.પુ.ચં.સૂ., સંજોગિયું
આ પખવાડિયું મોરના કેકારવથી પશુ, પંખી, જીવ જીવાતને તૃપ્તિ થાય તેવો વરસાદ આપે. સંજોગિયા સમયમાં સ્ત્રી.પુ.ચં.સૂ.નો યોગ બહુ ઉત્તમ કક્ષાનો વરસાદ આપી જાય. લોકોનાં મન સંતૃપ્ત થાય. બચેલી ખેતી નવજીવન પામે. પવનની ગતિ મંદ પડે.

• ૨૭.૦૯.૧૯-શુક્ર, હસ્ત, પૂ.ફા., ગધેડું, સ્ત્રી.સ્ત્રૂ.સૂ.સૂ.
આ પખવાડિયું વરસાદની દૃષ્ટિએ સાવ નિરાશાજનક છે. વાહન ગર્દભ હોવાથી અનાવૃષ્ટિ આપે. પાણી પાણીના પોકાર ઊઠે. પવનનું પ્રમાણ જળવાય.

• ૧૧.૧૦.૧૯-શુક્ર, ચિત્રા, પૂ.ભાદ્ર.    દેડકો, સ્ત્રી.પુ.સૂ.સૂ.
આ પખવાડિયામાં દેડકાનું વાહન હોવાથી વરસાદ સારો પડે.તો ક્યાંક સહેજેય ન પડે. તેથી સામાન્ય જનતા તથા ખેડૂત વર્ગ હતાશ રહે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Rain Star gujarat નક્ષત્ર Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ