ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-25031

NULL / કોંગ્રેસની નિષ્ફળતાની નિશાની! 45 વર્ષ પહેલા શરૂ કરેલા બ્રિજનું બાંધકામ આજે પ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

વાત કરીએ ૧૯૭૦માં કોંગ્રેસના શાસનમાં ઓલપાડ તાલુકાના ૩૦થી વધુ ગામોને સુરત શહેર સાથે સીધા જોડવા દેલાસા-કપાસી ગામ વચ્ચેથી પસાર થતી સેના ખાડી પર લાખોના ખર્ચે બ્રીજ બનાવવાનું શરુ કરાયું હતું. પરંતુ આજે 45 વરસ પછી પણ આ બ્રીજ અધુરો રહી ગયો છે. 

ઓલપાડ તાલુકાના દેલાસા અને કપાસી ગામ વચ્ચેથી પસાર થતી સેના ખાડી પર આજથી 45 વરસ પહેલા એટલે કે ૧૯૭0ની આસપાસ કોંગ્રેસનો તપતો સુરજ હતો. રાજ્ય અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. તેવા સમયે ઓલપાડના કાંઠા વિસ્તારના ૩૦ ગામોને સુરત શહેર સાથે જોડવા અને ૫૦ કીલોમીટરના ફેરાવો નહી ફરવો પડે એ માટે કોંગ્રેસ સરકારે ગ્રાન્ટ ફાળવી બ્રિજની શરૂઆત કરી હતી. શરુઆતમાં દેલાસા ગામની સીમમાં ૧૦૦ મીટર બ્રીજ બનાવવામાં પણ આવ્યો પણ ત્યારબાદ કોઈ કારણસર બ્રિજનું કામ અધરું મૂકી દેવામાં આવ્યું. આજે ૪૫ વરસ પછી પણ આ બ્રીજ કોંગ્રેસ બનાવી શકી નથી. જેના કારણે ઓલપાડના કાંઠા વિસ્તારના ૩૦થી વધુ ગામોના લોકો આજે હાલાકી ભોગવી રહ્યા છે.

અમારી વીટીવીની ટીમે દેલાસા ગામની સીમમાં અધુરો મુકેલા બ્રિજની મુલાકાત લીધી તો કોંગ્રેસના શાસનમાં અધુરો મુકેલો બ્રિજના પાયા તૂટી ગયા છે. સળિયા બહાર આવી ગયા છે અને કોઈ મોટા અકસ્માતની રાહ જોઇને બ્રીજ ઉભો હોય એવું લાગી રહ્યું છે. ૧૦૦ મીટરના નિર્માણ કોગ્રેસના શાસનમાં થયું હતું ત્યારે બુદ્ધિનું પ્રદર્શન અને પ્રજાના રૂપિયાનું પાણી કરનાર કોગ્રેસ સરકાર એક બ્રીજ ઓલપાડની પ્રજાને આપી શકી નથી. ઓલપાડ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. પરંતુ આજે આ વિસ્તારમાં દુરદુર સુધી કોંગ્રેસ દેખાતી નથી. આજે આ વિસ્તાર ભાજપનો ગઢ બની ગયો છે. ત્યારે અમે પંચાયતના માર્ગ અને મકાન ખાતાના અધિકારી પાસે આ બ્રીજ બાબતે પૂછવા ગયા તો અધિકારી કહે છે આ બ્રીજ કોણે બનાવ્યો અને કઈ ગ્રાન્ટમાંથી બન્યો હતો તેની ખબર નથી પણ ઓલપાડના ભાજપના ધારાસભ્ય દ્વારા અધૂરા બ્રીજ મુદ્દે દરખાસ્ત મૂકી છે.

૪૫ વરસ પહેલા કોગ્રેસના શાસનમાં અધુરા મુકેલા દેલાસા-કપાસી બ્રીજ મુદ્દે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનો અમારી ટીમે સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું હતુ કે જો આ બ્રીજ કોંગ્રેસના સમયમાં અધુરો મુક્યો છે. જો બન્યો હોત તો કદાચ કાંઠા વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બ્રીજ સાબિત થાત. પરંતુ કમનસીબી એ છે કે લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી આ બ્રીજ બન્યો નથી અને આજે જર્જરિત અવસ્થામાં છે. કોંગ્રેસના સમયમાં અધુરો બનેલો બ્રીજ મુદ્દે ઓલપાડના ધારાસભ્ય એ દરખાસ્ત મોકલી આપી છે અને આ બ્રીજ આવનાર સમયમાં ઝડપી બને એવા પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ઓલપાડના કાંઠા વિસ્તારના લોકોની વાત માંનીએતો આ અધુરો બ્રીજ કોગ્રેસની નિષ્ફળતાની નિશાની છે. જ્યાં સુધી આ જર્જરિત બ્રીજ ઉભો હશે ત્યાં સુધી કોંગ્રેસની નિષ્ફળતા તાજી રહેશે. ત્યારે સવાલ એ થાય છે કે ઓલપાડ વિસ્તારમાં ભાજપ દ્વારા વિકાસના કામો થઇ રહ્યા છે. જેનો વિરોધ કરનારા કોંગી નેતાઓએ પોતાના શાસનમાં ઓલપાડની જનતાને એક બ્રીજ આપી શકી નથી. ત્યારે લોકોને ઉપયોગી દેલાસા-કપાસી ગામને જોડતો સેના ખાડીનો આ અધુરો બ્રીજ તોડી પાડી નવા મોડલ સાથે ભાજપ સરકાર બનાવે. જેથી લોકોએ ૫૦ કિલોમીટરનો ચકરાવો ફરવો નહી પડે ત્યારે હવે ઓલપાડના કાંઠા વિસ્તારના લોકોની માંગ ક્યારે પૂરી થાય છે એ તો સમય બતાવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ