ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-24988

NULL / અમદાવાદઃ સાબરમતી જેલમાંથી 95 કેદીઓને કરાયા મુક્ત જેલમાં સર્જાયો વિદાય પ્રસ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમદાવાદ સાબરમતી જેલમાં 95 કેદીઓને જેલમાંથી મુક્ત કરતા ખુશીનો માહોલ છવાયો હતો. પોલીસ અધિકારીએ મીઠાઇ ખવડાવીને કેદીઓને વિદાય આપી. આ અવસરે જેલમાં પ્રસંગ જેવો માહોલ સર્જાયો હતો. કેદીઓને ભગવત ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવી છે. સાથે મીઠાઈ ખવડાવીને નવજીવન માટે શુભેચ્છા આપીને જેલ અધિકારીઓએ વિદાય આપી હતી. જેલમાં કેદીઓ અને પરિજનના મિલનની ખુશીનો માહોલ હતો. 

95 કેદીઓને મુક્ત કરાયા તેમાં 1992માં થયેલા રાયટ્સના કેદીઓ હત્યા કેસમાં કેદી તેમજ ગંભીર ગુના હેઠળ 13 વર્ષથી ઉપરની સજા કાપી રહેલા કેદીઓનો સમાવેશ થાય છે. તેમને 75 ટકા સજા પુરી કરી હોય. આ ઉપરાંત 60થી65 વર્ષના વૃદ્ધ કેદીઓનો પણ સમાવેશ થાય છે. કેદીઓ મુક્ત થતા જેલ તંત્ર ખુશ હતું. પણ જેલનો એક જવાબદર કેદી જઈ રહ્યો હોવાથી તેની ખોટને લઈને પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીના રોજ ગુજરાત સરકારે કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં 120 કેદીઓ મુક્ત થયા છે જ્યારે ગુજરાતમાંથી 400થી વધુ કેદીઓ મુક્ત થયા છે. ત્યારે બીજી તરફ આ કેદીઓએ પણ જણાવ્યું હતું કે અમે આ સજા દરમ્યાન ઘણું બધું શીખ્યા છીએ કદાચ અમે ઘરકામ કરતા હોત તો એટલી બધી તાલીમ ના મળી હોત. અમે અત્યારે છુટ્યા છીએ અને અમે બહાર નીકળીને પહેલા અમારા ઘરના લોકોને ટાઈમ આપીશું અને ખુશીની ઝીંદગી જીવીશું. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ