ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22392

NULL / સેનાએ લીધો ઉરીનો બદલો પાકમાં ઘુસીને માર્યા 20 આતંકીઓ!

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કાશ્મીરમાં ઉરમાં આવેલા સૈન્યના મુખ્યમથક પર થયેલા હુમલા બાદ ભારતીય સેનાએ એનો વળતો જવાબ આપવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સેનાએ LoC પાર જઈને 20 આતંકીઓને ઠાર કર્યા છે. જોકે સરકારી સૂત્રોએ આની પુષ્ટિ કરી નથી. એક અંગ્રેજી ન્યૂઝ સાઇટ ધ ક્વિન્ટે સૈન્યના સૂત્રોના અહેવાલ આપ્યો છે કે લગભગ 18 થી 20 સૈનિકોની બે યુનિટે પીઓકેમાં ત્રણ આતંકી છાવણીઓ પર હુમલો કર્યો જેમાં આશરે 20 આતંકીઓ માર્યા ગયા. આ કાર્યવાહીમાં અન્ય 200 ઘાયલ થવાના સમાચારો પણ સામે આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે 18 થી 20 સૈનિકોની 2 એલિટ પારસ યુનિટ હતી. જે મિલિટ્રી હેલિકોપ્ટર પર સવાર થઈને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ઘુસ્યા હતા. ત્રણ ટેરેરિસ્ટ કેમ્પ પર જઈને હુમલો કર્યો હતો. 20 જેટલા સંદિગ્ધ આતંકીઓ આ હુમલામાં માર્યા ગયા હતા. એવી પણ માહિતી આવી રહી છે કે 200 જેટલા લોકો આ હુમલામાં ઘાયલ થયા હતા. મિલિટ્રીના સૂત્રો એ ધ ક્વિન્ટને આ જણાવ્યું હતું અને આ દાવો ધ ક્વિન્ટનો છે. તેઓના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશન 20-21ની રાત્રી દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ