બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / news_detail-21654

NULL / નર્મદા ડેમે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો આજે મીની વેકેશનના પહેલા દિવસે

krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

છેલ્લા એક અઠવાડિયાથી ઓવરફ્લો થઇ રહેલા નર્મદા ડેમનો નજારો માણવા માટે રવિવારે એક લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડયા હતાં. પ્રદુષણ મુક્ત વાતાવરણ અને સાટપુડાની ગીરી કંદરાઓ વચ્ચે બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમ પર પ્રવાસીઓને સ્વચ્છ હવા અને કુદરતી વાતાવરણને કારણે આનંદની અનુભૂતિ થાય છે. જે કારણે પ્રવાસીઓ અહીં વારંવાર આવવા આકર્ષાય છે. ત્યારે આજથી શરૂ થયેલા મીની વેકેશનમાં પ્રવાસીઓ નર્મદા જીલ્લાના સૌદર્યને નાયગ્રા ધોધ સાથે સરખાવી ભરપૂર આનંદ માણી રહ્યા છે. તો વળી નર્મદા ડેમ નજીક જ બનનારું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ ઉભું કરી રહ્યું છે. રવિવારની રજા હોવાના કારણે અંદાજે 1 લાખ જેટલાં પ્રવાસીઓએ ડેમની મુલાકાત લીધી હતી. 

પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર એ પણ કમર કસી છે. નર્મદા પોલીસે પણ બહારથી પોલીસ બોલાવી લેધી છે જ્યારે SRP જવાનોની ટીમ તો તૈનાત જ છે બીજી બાજુ નર્મદા બંધ ઓવરફ્લો થવાને કારણે પ્રવાસન નિગમ પણ સજ્જ છે અને પ્રવાસીઓને ટિકિટ શાંતિથી મળી રહે તે માટે ટિકિટ બુથો પણ ઉભા કરાયા છે. ખાણી પીણીની લારીઓને પ્રોત્સાહન આપી તેમની રોજગારી વધે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ