બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Newborn Baby From Sola Civil Hospital Kidnaps, in Ahmedabad

અપહરણ / અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકીનું અપહરણ

Kiran

Last Updated: 12:28 PM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

  • સોલા સિવિલમાં બાળકીનું અપહરણ
  • ઘટના અંગે સત્તાધીશોને નથી કોઇ જાણ
  • રાત્રે બાળકીનું અપહરણ થયું છતાં તંત્ર અજાણ

અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે, હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તંત્રની બેદરકારીના કારણે હોસ્પિટલના ત્રીજા માળે આવેલા બાળકોના વોર્ડમાંથી કોઈ અજાણ્યા શખ્સે એક દિવસની નવજાત બાળકનુું અપહરણ કરી ફરાર થઈ ગયો છે  આ વાતની જાણ થતાં જ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ છે અને સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે પણ માસૂમ બાળકીને શોધવા પ્રયાસો હાથ ધર્યા છે.

 


સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીનું અપહરણ

હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, તંત્રને બાળકીના અપહરણ થયાની જાણ કરવામાં આવી હોવા છતા હોસ્પિટલ દ્વારા સીસીટીવી ફુટેજ ચેક કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં, હોસ્પિટલમાં 24 કલાક 40 જેટલા સિક્યુરિટી ગાર્ડ હોવા છતા નવજાત બાળકીના અપહરણ કરાયાની ઘટના સામે આવી છે જેને લઈ હોસ્પિટલ તંત્રની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 
ઘટના અંગે સત્તાધીશોને કોઇ જાણ નથી

સોલા સિવિલ હોસ્પિટલમાં આટલી મોટી ઘટના બની હોવા છતા સત્તાધિશોને આ મામલે કોઈ ન હોવાનું પણ મનાઈ રહ્યું છે, હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યોરિટી અને બાળકોની સલામતી સામે સવાલો ઊભા થયા છે. જો કે સમગ્ર મામલે મીડિયામાં અહેવાલો પ્રકાસિત થયા બાદ પોલીસે બાળકીના ફોટોની મદદથી બાળકીને શોધવાના તપાસ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મેળવવામાં આવી રહી છે.

રાત્રે બાળકીનું અપહરણ થયું છતાં તંત્ર અજાણ

મહત્વનું છે કે આખી સોલા સિવિલમાં 24 કલાકમાં માત્ર 40 સિક્યુરિટી ગાર્ડ ફરજ નિભાવે છે સરકાર દ્વારા માત્રા 24 40 સિક્યુરિટીનું મહેકમ પાસ કરવામાં આવ્યું છે તેવું હોસ્પિટલ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે વધુમાં સોલા સિવિલમાં  અનેક સિક્યુરિટી ગાર્ડ ખૂટે છે ત્યારે સોલા સિવિલમાં 100 કરતા વધુ સિક્યુરિટીની જરૂર હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે EMKAY સિક્યુરિટીને કોન્ટ્રાક્ટ અપાયો છે છતા હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે એક દિવસની નવજાક બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ