બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દુનિયાના કોઇપણ મેદાનમાં શાનદાર બેટિંગ કરનાર ભારતીય ટીમે બંને ઇનિંગ્સમાં મળીને કુલ 356 રન બનાવ્યાં. આમ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતીય બેટિંગ સાવ ફલોપ રહી.

ADVERTISEMENT
બેટિંગમાં ફલોપ શૉ રહ્યો
ન્યૂઝીલેન્ડની ટીમે પહેલી ઇનિંગ્સમાં 348 રન બનાવી ભારત પર 183 રનની લીડ મેળવીહતી. ભારતીય બેટસમેનો બીજી ઇનિંગ્સમાં પણ નિષ્ફળ રહ્યાં હતા અને માત્ર 191 રન જ બનાવી શક્યા હતા જેને લઇને કીવી ટીમને માત્ર 9 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે કોઇપણ વિકેટના નુકસાન વગર પાર કરી દીધો.

ADVERTISEMENT
લડત પણ ના આપી શકી ટીમ ઇન્ડિયા
આ કારમા પરાજય બાદ ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ કહ્યું કે અમે આ મેચમાં બિલકુલ લડત આપી શક્યાં નહી, અમે જો કીવીની ટીમ સામે 220-230 રનનો લક્ષ્ય રાખ્યો હોત તો પરિણામ કદાચ અલગ આવ્યું હોત. કોહલીએ કહ્યું કે બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રદર્શન સારુ કરશે.

ADVERTISEMENT
પૃથ્વી શૉનો કર્યો બચાવ
વિરાટ કોહલીએ કહ્યું બોલિંગ યૂનિટ દ્વારા સારુ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમના અંતિમ ત્રણ બેટ્સમેનોએ 120 રન જોડ્યાં જેનાથી અમે મેચમાંથી બહાર થઇ ગયાં. કોહલીએ યુવા ઓપનર પૃથ્વી શૉનો બચાવ કર્યો. પૃથ્વી નેચરલ સ્ટ્રોકમેકર છે, જલ્દી જ રન બનવાનો રસ્તો શોધી લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.