બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / New Year Resolution 2024: 8 hours sleep, workout, quit addiction

હેલ્થ ટિપ્સ / 8 કલાકની ઊંઘ, વર્કઆઉટ, વ્યસનનો ત્યાગ: શરીરને સ્વસ્થ રાખવું હોય તો 2024 માટે લો આ સંકલ્પ, બદલી નાંખો લાઇફસ્ટાઇલ

Pooja Khunti

Last Updated: 08:32 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Year Resolution 2024: આ નવા વર્ષે દરરોજ યોગ કરવાનું સંકલ્પ લો. યોગ કરવાથી તમારું વજન નિયંત્રણમાં રહેશે અને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.

  • સવારે લીંબુ પાણીનું સેવન કરો 
  • બીમારીઓને નજરઅંદાજ ન કરો 
  • સ્થૂળતા ઘટાડવા માટે ત્રિફલાનું સેવન કરો 

નવું વર્ષ એક નવી આશા લઈને આવે છે. લોકો તેમના જીવનમાં બદલાવ ઇચ્છતા હોય છે. જેના માટે તેઓ નવા સંકલ્પ લેતા હોય છે. નવા વર્ષે દરેક વ્યક્તિએ એક સંકલ્પ જરૂર લેવો જોઈએ. તમે તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈ એક સંકલ્પ લઈ શકો છો. 2024નાં સંકલ્પોને લઈને કરવામાં આવેલા સર્વેમાં લોકોએ ફિટનેસને સૌથી વધુ મહત્વ આપ્યું છે. 48% લોકોએ શારીરિક સ્વાસ્થ્ય તો 36% લોકોએ માનસિક સ્વાસ્થ્યને મહત્વ આપ્યું છે. તમારું શરીર તંદુરસ્ત હશે તો માનસિક સ્વાસ્થ્ય સાથ આપશે. આ માટે વજન ઘટાડવાનો સંકલ્પ લેવો ખુબજ જરૂરી છે. 2024માં દરરોજ યોગ કરો જેથી તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન જોવા મળશે. 

એક અહેવાલ મુજબ વજન ઘટાડવું એટલા માટે જરૂરી છે કારણકે 2023નાં પ્રમાણમાં 2035 સુધીમાં દુનિયાની અળધી જનસંખ્યા વધારે વજન ધરાવતી હશે. વધતાં જતાં વજનનાં કારણે હ્રદય રોગ, લીવરની સમસ્યા, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, કેન્સર અને સાંધાનાં દુ:ખાવાની સમસ્યા વધી જશે. આ બધી સમસ્યાઓ ઘાતક સાબિત થઈ શકે છે. ઇન્ડિયન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સે, તેના માર્ગદર્શિકામાં સુધારા કરતી વખતે, બાળકોમાં સ્થૂળતાને ક્રોનિક રોગની શ્રેણીમાં સામેલ કર્યું છે. લોકો સમયસર જાગૃત નહીં થાય તો સ્થૂળતા ક્રોનિક બીમારીની જગ્યાએ મહામારી બની જશે. જાણો તેનાથી બચવા શું કરવું જોઈએ. 

જીવનશૈલીમાં કેવી રીતે પરિવર્તન કરવું 
વજન નિયંત્રિત રાખો 
ધુમ્રપાન છોડી દો 
8 કલાકની ઊંઘ લો 
બીપી અને શુગર ચેક કરાવો 
વ્યાયામ કરો 
ધ્યાન કરો 

વાંચવા જેવું: શું તમે જાણો છો શરદીની સિઝનમાં બદામ ખાવાના ફાયદા? જાણશો તો આજથી જ શરૂ કરી દેશો

સ્થૂળતાનું કારણ 
ખરાબ જીવનશૈલી 
ફાસ્ટફૂડ 
કાર્બોરેટેડ પીણાં
માનસિક તણાવ 
દવાની આડઅસર 
પૂરતી ઊંઘ ન થવી 
વ્યાયામનો અભાવ 

સ્થૂળતા ઘટાડવાનું રામબાણ ઉપાય 
સવારે લીંબુ પાણીનું સેવન કરો 
દૂધીનું જ્યુસ અથવા સૂપનું સેવન કરો 
આહારમાં સલાડનું સેવન કરો 
રાત્રે રોટલી અને ભાત ન ખાવા 
રાત્રિ ભોજન 7 વાગ્યા પહેલા કરી લેવું 
જમ્યાનાં એક કલાક પછી પાણીનું સેવન કરો 

મહિલાઓ કેવી રીતે ફિટ રહેશે 
સવારે નાસ્તો જરૂર કરો 
બપોરે આરામ કરો 
બીમારીઓને નજરઅંદાજ ન કરો 
વાસી ખોરાક ન ખાવો 
તમારું ધ્યાન રાખો 

સવારે વહેલાં કેવી રીતે ઊઠવું 
તમારું ટાઈમ ટેબલ બનાવો 
સવારે ઊઠવાનો સમય નક્કી કરો 
રાત્રે પાણી પીને ઊંઘવું જોઈએ 
તમારી જાતને પડકાર આપો 

તમારી આ આદત બદલો વજન નિયંત્રણમાં રહેશે 
વારંવાર ચા-કોફીનું સેવન ન કરો 
ભૂખ લાગે એટલે પ્રથમ પાણીનું સેવન કરવું 
જમવામાં અને ઊંઘવામાં 3 કલાકનું અંતર રાખો 

સ્થૂળતા ઘટાડવા માટે ત્રિફલાનું સેવન કરો 
રાત્રે 1 ચમચી ત્રિફલાનું સેવન ગરમ પાણી સાથે કરો 
ત્રિફલાનું સેવન પાચનક્રિયા સુધારે 
વજન ઓછું થશે  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ