બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / The dry fruits almonds are considered to be a treasure trove of nutrients

હેલ્થ / શું તમે જાણો છો શરદીની સિઝનમાં બદામ ખાવાના ફાયદા? જાણશો તો આજથી જ શરૂ કરી દેશો

Pooja Khunti

Last Updated: 07:44 AM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Almond Eating Benefits:ડ્રાઈ ફ્રૂટ બદામને પોષણ તત્વનો ખજાનો માનવામાં આવે છે. બદામનાં સેવનથી મગજ તેજ અને મજબૂત બને છે. હાડકાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં બદામ મદદરૂપ થાય છે.

  • બાળકોની યાદશક્તિ વધારવા માટે તેને બદામ ખવડાવો
  • દરરોજ બદામ ખાવાથી યાદશક્તિ વધે 
  • હ્રદયનાં દર્દીઓ માટે બદામ ઘણાં ફાયદાકારક

સ્વસ્થ રહેવા માટે ડોક્ટર બદામ ખાવાની સલાહ આપે છે. ડ્રાઈ ફ્રૂટ્સમાં બદામને સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. દરરોજ બદામ ખાવાથી શરીરને ઘણાં ફાયદા થાય છે.  વધુ પડતાં લોકો સવારે બદામ ખાવાનું પસંદ કરે છે.  ઘણાં લોકો બદામને પાણીમાં પલાળીને તો ઘણાં લોકો રોસ્ટેડ બદામ ખાવાનું પસંદ કરે છે. બાળકોને પાવડરનાં સ્વરૂપે પણ બદામ આપવામાં આવે છે.  બદામ એક સુપરફૂડ છે. જેની અંદર ફાયબર, પ્રોટીન, વિટામિન E, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવાં પોષક તત્વો હોય છે.  હ્રદયને સ્વસ્થ રાખવાં, પાચનની સમસ્યા અને એલર્જીને દૂર કરવા માટે બદામ ઉપયોગી છે.  

બદામ ખાવાનો યોગ્ય સમય 
વહેલી સવારે બદામનું સેવન કરવું જોઈએ. ભૂખ્યા પેટે બદામ ખાવાથી એનર્જી મળે છે.  શિયાળામાં બદામને પલાળ્યા વગર પણ ખાય શકો.  પલાળેલા બદામ ખાવાથી ઘણાં ફાયદા થાય છે. બદામની અંદર ફાયબરનું પ્રમાણ હોય છે એટલે પેટ જલ્દી ભરાઈ જાય છે.  તમે સાંજે બદામને રોસ્ટ કરીને પણ ખાય શકો. બાળકોને બદામનું પાવડર, દૂધ, દલિયા અથવા હલવામાં મિક્સ કરી ખવડાવી શકો. 

1 દિવસમાં કેટલાં બદામ ખાવા જોઈએ 
તમારી એક બંધ મુઠ્ઠીમાં જેટલાં બદામ આવી શકે, તમે તેટલાં બદામ એક દિવસમાં ખાય શકો.  તેનો અર્થ એમ કે, તમે દિવસમાં 8-10 બદામ ખાઈ શકો.  તમે શિયાળામાં બદામની માત્રા વધારી શકો. ઉનાળામાં બદામને પલાળીને જ ખાવા જોઈએ. પલાળેલાં બદામ ખાવાથી ઘણાં ફાયદાઓ થાય છે. તે પચાવવામાં સરળ હોય છે. બાળકોને 2-3 બદામ અને વૃદ્ધ લોકોને 5-6 બદામ ખાવા માટે આપી શકાય. 

વાંચવા જેવું: શું તમે જાણો છો શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત? આ ટિપ્સ અજમાવો, શરીરને થશે હજાર ગણો ફાયદો

બદામ ખાવાથી થતાં ફાયદાઓ 

મગજને તેજ રાખે 
દરરોજ બદામ ખાવાથી યાદશક્તિ વધે છે.  બદામની અંદર ફાયબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. જે મગજને તેજ રાખે છે. બાળકોની યાદશક્તિ વધારવા માટે તેને બદામ ખવડાવો. બદામની અંદર વિટામિન E અને B6 હોય છે. જે અલ્ઝાઈમરનું જોખમ ઘટાડે છે.  દરરોજ બદામ ખાવાથી ભૂલવાની બીમારી નહીં થાય. 

ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે 
હ્રદયનાં દર્દીઓ માટે બદામ ઘણાં ફાયદાકારક માનવામાં આવે છે.  બદામનાં સેવનથી શરીરને પોટેશિયમ, મેગ્નેશિયમ અને પ્લાન્ટ પ્રોટીન મળે છે.  જેનાંથી વજન ઘટાડવામાં મદદ મળે છે. બદામ એન્ટિ-ઓક્સિડેન્ટનું કામ કરે છે. 

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે 
બદામનાં સેવનથી શરીરને ઓમેગા 3 ફેટી એસિડ મળે છે.  તેનાથી શરીરને ઝીંકની ઉણપ પૂરી થાય છે.  દરરોજ બદામ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.  જેથી શરીર બીમારીઓ સામે લડવા સક્ષમ બને છે.  બદામનાં નિયમિત સેવનથી કોઈ પણ બેક્ટેરિયલ ચેપને દૂર રાખવાં અને રક્ત કોશિકાઓને સુધારવામાં મદદ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ