બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Soaking dry fruits in winter has many benefits

ટીપ્સ / શું તમે જાણો છો શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત? આ ટિપ્સ અજમાવો, શરીરને થશે હજાર ગણો ફાયદો

Kishor

Last Updated: 06:53 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પલાળેલા નટ્સના પ્રોટીન, એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામીન તથા મિનરલ્સના અવશોષણ વધુ હોય છે. એટલે કે તે શરીરને હાઇડ્રેડ રાખવામાં પણ મદદ કરે છે. શિયાળામાં પલાળેલા નટ્સ ખાવાથી શરીરમાં ખુબ જ ફાયદો જોવા મળે છે.

  • શિયાળામાં સુકા મેવો ખાવાની સાચી રીત શું છે ?
  • અજમાવો આ ટિપ્સ, ક્યારેય નહીં થાય સમસ્યા
  • ડ્રાઇ ફ્રુટ્સને પલાડીને ખાવાના છે અનેક ફાયદા

શિયાળામાં ડ્રાઇ ફ્રૂટ્સ અથવા નટ્સ ખાવાના અનેક ફાયદાઓ છે.  ડ્રાઇ ફ્રુટ્સમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો હોય છે જે આપણા શરીરની ઉર્જા વધારે છે. શિયાળામાં ડ્રાઇ ફ્રુટનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે. નટ્સમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ જોવા મળે છે જે ઇમ્યુનિટીને મજબૂત કરે છે. એક્સપર્ટનું કહેવું છે કે દિવસની શરૂઆત જો એક મુઠ્ઠી ડ્રાઇ ફ્રુટ ખાશો તો આખા દિવસની એનર્જી મળે છે. એવામાં એ જાણવું જરૂરી છે કે શિયાળામાં ડ્રાઇ ફ્રુટ એટલે કે સુકા મેવા કેવી રીતે અને કેટલા ખાવા જોઇએ. 

કાજૂમાં છુપાયેલુ છે સારા સ્વાસ્થ્ય માટેનુ રહસ્ય, જાણો ફાયદા | health  benefits of eating cashew nuts or kaju

એક દિવસમાં કેટલા સુકા મેવા ખાવા?

એક સ્વસ્થ વયસ્ક વ્યક્તિએ પ્રતિદિન ઓછામાં ઓછા 25-30 ગ્રામ ડ્રાઇ ફ્રુટ અથવા નટ્સ ખાવા જોઇએ. જો વ્યક્તિ વ્યાયામ કરે છે તો તેને 40-50 ગ્રામ પ્રતિદિવસ ડ્રાઇ ફ્રુટ્સ ખાવા જોઇએ. 

ડ્રાઇ ફ્રુટ્સને પલાડીને ખાવા

કોઇપણ સીઝન હોય ડ્રાઇફ્રુટ્સને પલાડીને જ ખાવા જોઇએ.નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યારે આપણે નટ્સને પલાડીએ છીએ ત્યારે તેમા રહેલા ફાઇટિક એસિડનું પ્રમાણ ઓછું થઇ જાય છે. ફાઇટિક એસિડ પાચનમા અવરોધ ઉભો કરે છે. આથી પલાડેલા નટ્સ સરળતાથી પચી જાય છે અને તેમા રહેલા પોષક તત્વો શરીરમાં ભળી જાય છે. પલાળેલા નટ્સના પ્રોટીન, એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામીન તથા મિનરલ્સના અવશોષણ વધુ હોય છે. એટલે કે તે શરીરને હાઇડ્રેડ રાખવામાં પણ મદદ કરે છે. શિયાળામાં પલાળેલા નટ્સ ખાવાથી શરીરમાં ખુબ જ ફાયદો જોવા મળે છે. 

વાંચવા જેવું: શું તમે પણ હેલ્ધી રહેવા માટે આ લોટનો કરી રહ્યાં છો ઉપયોગ? તો સાવધાન!

કેમ પલાડીને ખાવા જોઇએ ડ્રાઇ ફ્રુટ્સ

ડ્રાઇ ફ્રુટ્સ એટલે કે નટ્સમાં મેગ્નીશિયમ, સેલેનિયમ, જિંક, આયરન જેવા અનેક મહત્વપૂર્ણ પોષક તત્વ હોય છે. જ્યારે આપણે નટ્સને 8-12 કલાક સુધી પલાડીને રાખીએ છીએ ત્યારે તેમાં રહેલા પોષકતત્વો સરળતાથી શરીરમાં ભળી જાય છે. જે હાડકા, રોગપ્રતિકારક શક્તિ તથા એનર્જી સ્તરને ઝડપથી વધારે છે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે શિયાળો હોય કે ઉનાળો, દરેક ઋતુમાં નટ્સને પલાડીને જ આહારમાં લેવા જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ