બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / daily consumption of Multigrain flour can be dangerous for your health

હેલ્થ કેર / શું તમે પણ હેલ્ધી રહેવા માટે આ લોટનો કરી રહ્યાં છો ઉપયોગ? તો સાવધાન!

Vaidehi

Last Updated: 05:55 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્ધી અને ફીટ રહેવા માટે જો તમે પણ મલ્ટીગ્રેઈન ફ્લોર દરરોજ ખાઓ છો તો જાણી લો કે તેના માત્ર ફાયદા જ નહીં પરંતુ કેટલાક નુક્સાન પણ છે.

  • હેલ્ધી રહેવા માટે લોકો મલ્ટીગ્રેઈન ફ્લોરનું સેવન કરે છે
  • ફાયદાની સાથે-સાથે મલ્ટીગ્રેઈન લોટનાં નુક્સાન પણ છે
  • જો યોગ્યરીતે સેવન ન કરવામાં આવે તો થઈ શકે છે સમસ્યા

હેલ્ધી રહેવા અને બીમારીઓથી પ્રોટેક્ટેડ રહેવા માટે ડોક્ટરથી લઈને ન્યૂટ્રિશનિસ્ટ ઘઉંની રોટલી ત્યજવાની સલાહ આપતાં હોય છે. તેના ઓપ્શનમાં ઘણાં બધાં લોકો મલ્ટીગ્રેઈન ફ્લોરનું સેવન કરે છે. મલ્ટીગ્રેઈન લોટ એટલે કે એકથી વધારે અનાજને મિક્સ કરીને બનાવવામાં આવેલ લોટ. જેમાં બાજરા, જુવારથી લઈને બ્રાઉન રાઈસનો પણ લોટ મિક્સ હોય છે. ઘણાં મલ્ટીગ્રેઈન લોટમાં અનાજની સાથે અનેક પ્રકારનાં બીજ જેવા કે ફ્લેક્સ સીટ, સનફ્લાવર સીડ અને પંપકિન સીડ્સ પણ ભેળવેલા હોય છે. જો તમે પણ આ પ્રકારનાં લોટનું સેવન દરરોજ કરો છો તો તમારા શરીરને ગંભીર નુક્સાન પહોંચી શકે છે.

પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ
ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર મલ્ટીગ્રેઈન લોટમાં અનેક પ્રકારનાં અનાજ અને બીજને મિક્સ કરી દેવામાં આવે છે. જેના કારણે ઘણાં લોકોનાં પેટમાં આ લોટ પચતો નથી. દરેક અનાજને ખાવાનો અને પચાવવાનો સમય અલગ-અલગ હોય છે. જ્યારે તમે આ બધા અનાજને મિક્સ કરો છો તો તેને ડાયજેસ્ટ થવામાં ઘણી મુશ્કેલી પડે છે. પરિણામે બ્લોટિંગ, પેટનો દુખાવો, ગેસ અને પેટ ફુલાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

નથી મળતો યોગ્ય ફાયદો
મલ્ટીગ્રેઈન લોટ ખાવાથી તમામ અનાજો ખાવાનો પૂરેપૂરો ફાયદો નથી મળી શકતો કારણકે અનાજ બરાબર રીતે ન પચવાને લીધે બોડી જરૂરી ન્યૂટ્રિશન એબ્સોર્બ નથી કરી શકતી. ભોજન એવું હોવું જોઈએ જે સરળતાથી પચી જાય અને તેના તમામ પોષક તત્વો સરળતાથી બોડીમાં એબ્સોર્બ થઈ જાય.

થઈ શકે છે કબજિયાત
કેટલાક લોકોને મલ્ટીગ્રેઈન લોટ ખાવાથી કબજિયાતની સમસ્યા થઈ જતી હોય છે. પાચનમાં વધુ સમય લાગી જવાને લીધે આ લોટ આંતરડામાં જ રહી જાય છે જેના લીધે અપચો અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. 

પોર્શન કંટ્રોલની સમસ્યા
મલ્ટીગ્રેઈન લોટમાં ઘણીવાર ઘણાંબધા અનાજ હોવાને કારણે કેલેરીની માત્રા પણ વધી જતી હોય છે. જો તમે આ લોટને માઈન્ડફુલ રીતે નથી ખાતા અને પોર્શન કંટ્રોલ નથી કરતાં તો તેની વધારે માત્રામાં કેલેરી શરીરમાં જશે જેના લીધે વેઈટ લોસની સમસ્યા ઊભી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ