બ્રેકિંગ ન્યુઝ
VTV / new vaccine may provide protection against current forms of kovid 19 scientists
Hiralal
Last Updated: 05:02 PM, 21 April 2021
ADVERTISEMENT
કોવિડ-19 ની નવી વેક્સિનના પ્રાણીઓ પર કરાયેલા અખતરામાં ઘણા ઉત્સાહજનક પરિણામો મળ્યાં છે. સંશોધનકારોએ જણાવ્યું કે આ નવી વેક્સિન કોરોનાના દરેક સ્વરુપ તથા ભવિષ્યમાં કોરોનાની સામે રક્ષણ આપશે તથા તેના એક ડોઝની કિંમત એક ડોલર છે એટલે ભારતમાં તેની કિમત 75 રુપિયા થવા જાય છે.
ADVERTISEMENT
યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના સંશોધકોએ ભૂંડોને સંક્રમિત કરનાર કોરોના વાઈરસ પોરકીન એપિડેમિક ડાયરિયા વાયરસ મોડલથી તેમને બીમાર થતા અટકાવ્યાં હતા.
આ રીતે કોરોના વાઈરસ પર અસરકારક
પીઈડીવી વાયરસ ભૂંડોમાં ચેપ લગાડે છે અને તેનાથી ભૂંડોને ઝાડા-ઉલટીની બીમારી લાગુ પડે છે. સંશોધકોએ જણાવ્યું કે નવી વેક્સિન કોરોના માટે એક ઉત્કષ્ટ વેક્સિન બનાવવાનો માર્ગ મોકળો કરે છે તેમાં કોરોનાના એ વાયરસ પણ સામેલ છે જેને કારણે પૂર્વમાં વૈશ્વિક મહામારીનું જોખમ પેદા થયું હતું.
કોરોના વાયરસ કેસ અપડેટ :
ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2 લાખ 95 હજાર 41 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 2023 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ ભારતમાં એક દિવસમાં 1,67,457 લોકોએ કોરોના વાયરસને હરાવ્યો પણ છે અને સાજા થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધારે લોકોને કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી છે.
ભારત સરકારે 1 મેથી નવા વેક્સિનેશન ચરણનું એલાન કર્યુ છે તેના અનુસાર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવી શકાશે. સરકારના કહ્યાં અનુસાર 45 વર્ષથી વધુના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે તે ચાલુ જ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.