બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / New Secondary Service Recruitment Announced, Drastic Change in Exam Structure, ICC Big Action on Sri Lanka Cricket Board, Pak Out Today!

2 મિનિટ 12 ખબર / ગૌણ સેવાની નવી ભરતી જાહેર, પરીક્ષા માળખામાં ધરખમ ફેરફાર, શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પર ICCની મોટી કાર્યવાહી, આજે પાક આઉટ થશે!

Vishal Khamar

Last Updated: 11:43 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ ગુજરાતના 32 જિલ્લાઓમાં ₹45 હજાર કરોડથી વધુના સંભવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ થયા છે. રાજસ્થાનનાં જયપુરમાં આવકવેરા વિભાગનાં દરોડામાં મળી લાખોની રોકડ મળી આવી છે.

recruitment of more than 1500 posts has been released by the Secondary Services Selection Board

ગુજરાતમાં યુવાનો માટે ધનતેરસના દિવસે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વિવિધ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1200થી વધુ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે.  જેમાં થેરાપીસ્ટ, વર્ક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, તાંત્રિક મદદનીશ, ગ્રાફિક ડિઝાઇનર ,મશીન ઓવરશીયર, વાયરમેન, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ, સર્વેયર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટની ભરતી થશે. સર્વેયર બાદ વર્ક આસિસ્ટન્ટની સૌથી વધુ 574 પોસ્ટની ભરતી થશે. તારીખ 17 મી નવેમ્બર બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન અરજી થઈ શકશે. તારીખ 17 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અરજીના ઓનલાઈન ફોર્મ ઓજસની વેબસાઈટ પર ભરી શકાશે, નવી પરિક્ષા પદ્ધતિ મુજબ એક્ઝામ લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ ઉપર તમામ માહિતી ઉપલબ્ધ છે. 

Change in GPSC exam pattern: Paper will be of 150 marks, exam will be conducted in two stages

GSSSB Exam News : GSSSBની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GSSSBની પરીક્ષા પદ્ધતિ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. GSSSBની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ હવે 2 તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. આ સાથે કુલ જગ્યાના 2 ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે. 

There will be a drastic change in the rules of physical-written test for police recruitment in Gujarat

ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પોલીસની ભરતીના નિયમોમાં સંભવિત રીતે ધરખમ ફેરફાર થવા જઇ રહ્યા છે. કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવીવ્યવસ્થા થઈ શકે છે. નોંધનિય છે કે, લાંબા સમયથી નવા નિયમ બનાવવા અંગે મથામણ ચાલી રહી છે. જોકે હાલ માહિતી મુજબ CMની અધ્યક્ષતામાં આ નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 

Weather Update, IMD Rain Warning: According to the Meteorological Department

શુક્રવારે વહેલી સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસ ભારે વરસાદ થયો હતો, જેણે પ્રદૂષણની સમસ્યામાંથી થોડી રાહત મેળવી હતી. દિલ્હીનું AQI સ્તર નોંધપાત્ર રીતે ઘટ્યું છે અને હવા સ્વચ્છ બની છે. દિલ્હી ઉપરાંત ઘણા રાજ્યોમાં આ દિવસોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આજે યુપી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની છે. આ સિવાય દક્ષિણ ભારતમાં 14 નવેમ્બરે હવામાનની પેટર્ન ફરી બગડવાની છે, જેના કારણે વરસાદનો નવો તબક્કો શરૂ થશે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગુરુવારે રાત્રે ભારત-યુએસ “ટુ પ્લસ ટુ” વિદેશ અને રક્ષા મંત્રી સ્તરની વાતચીત ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન પહેલા જ દિલ્હી પહોંચી ચૂક્યા હતા. એવામાં આજે એટલે કે શુક્રવારે ‘ટુ પ્લસ ટુ’ વાતચીત થશે. 

another enemy of india killed in pakistan lashkar e taiba terrorist akram ghazi killed


ભારતના દુશ્મનોનો દેશની બહારથી સતત ખાતમો થઈ રહ્યા છે. ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની અજ્ઞાત લોકોએ ગોળી મારી હત્યા કરી છે. અકરમ ગાઝીની ગુરુવારે પાકિસ્તાનના બાજોરમાં અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. જે 2018થી 2020 સુધી ભરતી સેલનો વડા પણ રહી ચુક્યો છે. તે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી ગતિવિધિઓમાં સામેલ હતો અને તે આતંકવાદીઓની ભરતી પણ કરતો હતો. કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસાડવામાં તેની મહત્વની ભૂમિકા હતી. તેની હત્યા પાછળનું કારણ તેના પ્રતિસ્પર્ધીઓ અને લશ્કરમાં આંતરિક સંઘર્ષ હોવાનું માનવામાં આવે છે, જો કે, સમગ્ર મામલે અત્યારે તપાસ ચાલી રહી છે. 

ગુજરાતના 32 જિલ્લાઓમાં ₹45 હજાર કરોડથી વધુના સંભવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ થયા છે. ઓક્ટોબર મહિના દરમિયાન ગુજરાતના 32 જિલ્લાઓમાં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમો દરમિયાન ₹45,603.71 કરોડના પ્રસ્તાવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુ થકી રાજ્યમાં 1,70,883 જેટલી સંભવિત રોજગારીઓ ઉત્પન્ન થશે.

Cases of heart attack among youth increased, silent block responsible? Cardiologist Dr. Tejas Patel said the real reason for...

છેલ્લાં કેટલાંય સમયથી લોકોમાં અને ખાસ કરીને યુવાઓ માં હાર્ટ એટેક ની સમસ્યા વધેલી જોવાં મળતાં અને ખૂબ ચાલતી ચર્ચા મુજબ કોવીડ વેક્સિન લીધા બાદ લોકોમાં હાર્ટ સ્ટ્રોકની સમસ્યા વધી છે. તેવી ચર્ચાનું નિરાકરણ કરતાં પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ દ્વારા કોવિડ વેક્સિનને લીધે હાર્ટએટેકના કેસ વધ્યા હોવાની માન્યતા ખોટી છે. વેક્સિને કરોડો ભારતીયોને બચાવ્યા છે. તેમ જાણવામાં આવ્યું હતું.  તેમજ હાર્ટ એટેક જેવા કેસમાં સીપીઆરથી 30થી 40 ટકા મોત ઘટાડી શકાય છે. આમ હાર્ટએટેકના વધતા જતા કિસ્સા પછી નિષ્ણાતોનું સચોટ માર્ગદર્શન મળ્યું હતું. અને ખરેખર વધતાં જતાં હાર્ટ એટેકનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ ૫૨થી જ જાણી શકાય તેમ પદ્મશ્રી ર્ડા. તેજસ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મહાદેવ એપ મામલામાં EDએ છત્તીસગઢનાં 2 IPS ઓફીસરોને સમન જારી કર્યાં છે. ઈડી આ સમન પૂછપરછ માટે જારી કર્યાં છે. મહાદેવ એપનાં મામલાને લઈને ઈડી સતત કાર્યવાહી કરી રહી છે. હાલમાં તેમનો ટાર્ગેટ છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભુપેશ બઘેલ બન્યાં હતાં. એજન્સીએ હાલમાં જ દાવો કર્યો હતો કે મહાદેવ સટ્ટાની એપનાં પ્રવર્તક છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને અત્યારસુધી 508 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે . જો કે EDએ કહ્યું કે આ વિષયે તપાસ હજુ ચાલુ છે.

રાજસ્થાનના જયપુરના ગણપતિ પ્લાઝામાં કાળા નાણાને લઈને આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. બે લોકર કપાયા છે. લોકરમાંથી લાખોની રોકડ મળી આવી છે. અન્ય લોકરમાં નોટો ભરેલી બેગ મળી આવી હતી. પૈસાની ગણતરી ચાલુ છે. ગયા મહિને રાજ્યસભાના સાંસદ કિરોરી લાલ મીનાએ આરોપ લગાવ્યો હતો કે પેપર લીક થકી કમાયેલું કાળું નાણું આ લોકરમાં રાખવામાં આવ્યું હતું. આ મામલામાં પહેલો દરોડો 13 ઓક્ટોબરે પડ્યો હતો. લોકર ધારકોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 20 ઓક્ટોબરે 80 લોકર ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. 17 ઓક્ટોબરે ત્રણ લોકરમાંથી 30 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. 21 ઓક્ટોબરે રૂ. 2.46 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં લોકરમાંથી 7 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને 12 કિલોથી વધુ સોનું મળી આવ્યું છે.

સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપ 2023માં વધુ એક જીત પોતાના નામે કરી છે.  ટૂર્નામેન્ટના 42માં મેચમાં શુક્રવારે સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 5 વિકેટે કારમી હાર આપી હતી. આ ટીમનું 9 મેચોમાં આ તેની સાતમી જીત છે.સાથે જ અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થનારી 5મી ટીમ બની ગઈ છે. બીજી બાજુ સાઉથ આફ્રિકા ટીમ પહેલાથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચુકી છે.. પરંતુ નોકઆઉટ મેચથી પહેલા અફઘાનિસ્તાન વિરૂદ્ધ બૈટર્સના ખરાબ પ્રદર્શને ટીમની ચિંતામાં વધારો થવા લાગ્યો છે.

pakistan semi final scenario in world cup 2023 after new zealand beat sri lanka afghanistan team world cup semi final...

શ્રીલંકા જીતીને ન્યુઝીલેન્ડે પાકિસ્તાનની સેમી ફાઈનલની રાહ અઘરી કરી મૂકી છે. શ્રીલંકા જીત સાથે ન્યુઝીલેન્ડના પોઈન્ટ વધીને 10 થયા છે જ્યારે પાકિસ્તાનના 8 છે અને હવે જો પાકિસ્તાનને સેમી ફાઈનલમાં આવવું હશે તો તેણે 287 જેટલા મોટા રનથી હરાવવું પડશે. સેમીફાઈનલ માટે ત્રણ ટીમો ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહેલા જ નક્કી થઈ ચૂકી છે. જ્યારે ન્યૂઝીલેન્ડે ચોથી ટીમ માટે પોતાનો દાવો ખૂબ જ મજબૂત બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડ ચોથી એવી ટીમ બનવા જઈ રહી છે, જે પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતનો સામનો કરશે. એટલે કે પાકિસ્તાનની ટીમની સફર હવે પૂરી થઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ