બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / New rules Announcement Vidhyasahayak recruitment

ગાંધીનગર / વિદ્યા સહાયકની ભરતીમાં નવા નિયમોની જાહેરાતઃ વારંવાર અરજી કરતા ઉમેદવારોને અટકાવવા લેવાયો આ નિર્ણય

Hiren

Last Updated: 08:15 PM, 23 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યા સહાયકની ભરતીમાં નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ વિદ્યા સહાયકની ભરતીમાં બોન્ડ કરવામાં આવશે. નવી ભરતીનો હેતુ સિદ્વ થતો ન હોવાથી આ નિર્ણય લેવાયો છે.

  • વિદ્યા સહાયતની ભરતીમાં કરવામાં આવશે બોન્ડ
  • ચાલુ નોકરીવાળા ઉમેદવારોએ DEOની મંજૂરી લેવી પડશે
  • ચાલુ નોકરીની માહિતી છુપાવનાર સામે થશે કાર્યવાહી

વારંવાર અરજી કરતા ઉમેદવારોને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ વિદ્યા-શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા ઉમેદવારે પસંદગીની જગ્યાએ પોસ્ટિંગ મેળવવા માટે નવેસરથી અરજી કરતા પહેલાં જે તે DEOનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવીને નવી અરજી સાથે બીડવાનું રહેશે. નવી નિમણૂંક મેળવ્યા બાદ જામીનપત્ર રજૂ કરવું પડશે. ૩૦ દિવસમાં ત્રણ વર્ષ માટે રૂપિયા ત્રણ લાખનો બોન્ડ રજૂ કરવાનો રહેશે. તેમજ ચાલુ નોકરીની માહિતી છુપાવનાર ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ્દ થશે. 

30 દિવસમાં રૂ.3 લાખની જામીનગીરી રજૂ કરવાની રહેશે

જો ત્રણ વર્ષ પહેલાં અરજદાર નોકરી છોડે તો આ રકમ સરકારમાં જમા કરાવ્યા બાદ જ જે તે અરજદારનું રાજીનામું મંજૂર કરવામાં આવશે. વિદ્યાસહાયક કે શિક્ષણ સહાયકની નવી નિમણૂંક પામનારા વ્યક્તિઓને પણ નવી ભરતીમાં આવતા રોકવા નિમણૂક મળ્યાના ૩૦ દિવસમાં ત્રણ વર્ષ માટે રૂપિયા ત્રણ લાખનો બોન્ડ લખાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

40 ટકા જેટલા ઉમેદવારો ચાલુ નોકરીવાળા હોવાનું સામે આવ્યું 

સરકાર દ્વારા કરવામાં આવતી ભરતીમાં આશરે ૪૦ ટકા જેટલા ઉમેદવારો ફરીથી અરજી કરતા હોવાનું સામે આવ્યું છે. કેટલાયે ઉમેદવારો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે શિક્ષણ વિભાગના નાયબ સચિવ વી.ટી.મંડોરાએ પરિપત્ર જાહેર કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vidhyasahayak gandhinagar ગુજરાત વિદ્યા સહાયક gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ