બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / New controversy in Lakhimpur case

ઉત્તરપ્રદેશ / લખીમપુરમાં આજે ફરી બબાલ: બે ખેડૂતોના અંતિમ સંસ્કાર અટકાવાયા, ટિકૈત પણ પહોંચ્યા

Ronak

Last Updated: 03:56 PM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં લખમીપુરમાં જે બનાવ બન્યો છે તેને લઈને હવે નવો વિવાદ સર્જાયો છે. મૃતક ખેડૂતોના પરિવારજનોએ તેમના મૃતકોના અંતિમ સંસ્કાર નથી કર્યા, સાથેજ 5 ડોક્ટરો ફરી પીએમ કરી તેવી માગ કરી છે.

  • લખીમપુર કેસમાં ફરી નવો વિવાદ
  • પરિવારજનોએ ખેડૂતોના અંતિમ સંસ્કાર અટકાવ્યા
  • 5 ડોક્ટરો ફરી પીએમ કરી તેવી પરિવારની માગ 

લખીમપુર ખીરી તિકુનિયા કાંડમાં જે પણ ખેડૂતો માર્યા ગયા છે. તેમના હજુ સુધી અંતિમ સંસ્કાર કરવામાં નથી આવ્યા. ચાર ખેડૂતોના પીએમ રિપોર્ટ પર સવાલો ઉભા તઈ રહ્યા છે. જેથી તેમના પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી છે. પરિવારજનોનું કહેવું છે કે તેમને શંકા છે કે ખેડૂતોની મોત ગોળી મારવાને કારણે થઈ છે. 

પીએમ 5 તબીબો કરે તેવી માગ 

સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે મૃતક ગુરવિંદરને છોડીને બાકી 3 જણાના અંતિમ સંસ્કાર નક્કી થયેલા સમયે થઈ શકે છે. તેનો પીએમ  5 તબીબો કરે તેવી માગ કરવામાં આવી રહી છે. 

ગોળી વાગવાથી મોત ન થઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો 

આપને જણાવી દીએ કે પીએમ રિપોર્ટમાં એવું સામે આવ્યું હતું કે ખેડૂતોને ગોળી નથી આવી પરંતુ ઘસડાવાને કારણે તેમના મોત થયા છે. અગાઉ પણ એવો દાવો કરવામાં આવ્યો હતો સાથેજ વીડિયો પણ સામે આવ્યો હતો. જેમા જોવા મળ્યું હતું કે ખેડૂતો અથડાયા તેના કારણે તેમના મોત થયા હતા. 

ચાર ખેડૂતોના પરિવારે પીએમ રિપોર્ટ ફરી કરવા માગ કરી 

હવે બહરાઈચ અને લખીમપુરના ચારેય ખેડૂતના પરિવારે મૃતકોના શબ તેમના ઘરમાં રાખ્યા છે. સાથેજ તેમણે ફરી પીએમ રિપોર્ટની માગ કરી છે. જે પૈકી બહરાઈચના નાનપારાના રહેવા વાળા 35 વર્ષીય દલજીત સિંહના પરિવારને એવી શંકા છે કે ગોળી વાગવાને કારણે તેમનું મોત થયું હતું.

મૃતોના પરિવારને 45 લાખ અને સરાકરી નોકરીની સહાય 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ખેડૂતોના પરિવારજનો અને પ્રશાન વચ્ચે સમજૂતી થઈ હતી. જેમા ખેડૂતોના પરિવારને 45 લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી. સાથેજ પરિવારમાંથી પણ દરેક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી છે. ઉપરાંત ઘાયલોને પણ 10 10 લાખ આપવાની વાત કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ