બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / NEETની પરીક્ષામાં ગેરરીતિથી વિદ્યાર્થીઓમાં રોષ, ફરી પરીક્ષાની તૈયારી માટે વધારે સમયની કરી માગ
Last Updated: 08:08 PM, 21 June 2024
મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી NEETની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું ખુલ્યું છે. આ પરીક્ષામાં 1 હજાર 563 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્કેસ આપવામાં આવ્યા છે. જેથી આ મુદ્દો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે.
ADVERTISEMENT

વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા માટે માંગ્યો સમય
ADVERTISEMENT
સુપ્રીમકોર્ટે આ વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી લેવાનો આદેશ આપ્યો છે, ત્યારે પેપરલીકની ઘટનાને લઈ અમદાવાદના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાંથી NEETની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા માટે ટાઈમની માંગણી કરી છે. ઓછા સમયમાં ફરી તૈયારી ન થતી હોવાથી વિદ્યાર્થીઓએ સમયની માગ કરી છે. સાથે જ આગામી પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેવી સરકાર પાસેથી બાંહેધરી માંગી છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: અમદાવાદીઓ સાવધાન: આવતી કાલથી જો રોંગ સાઇડમાં નીકળ્યાં તો ગયા સમજો, સીધું જ લાયસન્સ કેન્સલ
ગોધરા સેશન્સકોર્ટનો જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલને ઝટકો
ADVERTISEMENT
તો બીજી તરફ NEETની પરીક્ષામાં ગેરરીતિ મામલે ગોધરા સેશન્સકોર્ટનો જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલને ઝટકો લાગ્યો છે. સેશન્સકોર્ટે પ્રિન્સિપાલ પુરુષોત્તમ શર્માની જામીન અરજી ફગાવી છે. પુરુષોત્તમ શર્માએ 14 જૂને જામીન મેળવવા માટે અરજી કરી હતી. જો કે, પરીક્ષાની ગેરરીતિમાં પ્રિન્સિપાલની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા કોર્ટે જામીન અરજી ફગાવી છે. ઉલ્લેખનીય છે કે, પુરુષોત્તમ શર્મા જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ છે. આ સાથે જ NEETની પરીક્ષામાં તે કો-ઓર્ડિનેટર પણ હતા. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.