બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ સાવધાન: આવતી કાલથી જો રોંગ સાઇડમાં નીકળ્યાં તો ગયા સમજો, સીધું જ લાયસન્સ કેન્સલ
Last Updated: 07:48 PM, 21 June 2024
અમદાવાદમાં આવતીકાલથી રોંગસાઇડ વાહનો ચલાવતા લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પહેલા વિચાર કરજો. કારણ કે અમદાવાદમાં આવતીકાલથી 30 જૂન સુધી ટ્રાફિક વિભાગે રોંગ સાઇડ વાહન ચલાવનારાઓ સામે ઝુંબેશ શરૂ કરી છે.
ADVERTISEMENT
શહેરમાં ટ્રાફિક પોલીસ એક્શનમાં
ADVERTISEMENT
જે અંતર્ગત અમદાવાદ શહેરના મુખ્ય રસ્તા ઉપરાંત મહત્વના રોડ પર રોંગસાઇડમાં વાહનો ચલાવતા ચાલકો સામે સીધો ગુનો નોંધશે. ટ્રાફિક વિભાગે નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને દંડવાનો નહીં પરંતુ સીધો ગુનો નોંધી કોર્ટમાં હાજર થવા, લાયસન્સ જપ્ત કરવા અથવા કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.
વાંચવા જેવું: વડોદરાના યોગ પ્રશિક્ષક પ્રવીણ મારીપલ્લી, જેને 41 શિખરો પર 108 સૂર્ય નમસ્કારથી નામ કમાઈ લીધું, હવે અંતિમ લક્ષ્ય...!
ADVERTISEMENT
દંડ નહી સીધો ગુનો નોંધાશે
શહેરમાં રોંગસાઇડમાં દોડતા વાહનોને લઇ વારંવાર થતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા આ નિર્ણય લેવાયો છે. તારીખ 22થી લઈ 30 જૂન સુધી રોંગ સાઈડ વાહન ચલાવનાર પાસેથી પોલીસ હવે દંડ નહી સૂધો જ ગુનોં નોંધશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.