બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / nda vice presidential candidate jagdeep dhankhar parliament file nomination

BIG NEWS / સપનેય ન્હોતું વિચાર્યું કે મારા જેવા સામાન્ય ખેડૂતનાં દીકરાને આટલી મોટી તક મળશે, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડે નોંધાવ્યુ નામાંકન

Pravin

Last Updated: 01:58 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 6 ઓગસ્ટના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે NDA તરફથી ઉમેદવાર જગદીપ ધનખડેએ સંસદ ભવનમાં આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

  • એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારે નોંધાવી ઉમેદવારી
  • જગદીપ ધનખડના નામાંકનમાં પીએમ મોદી સહિતના દિગ્ગજ નેતા રહ્યા હતા
  • 6 ઓગસ્ટે યોજાશે ચૂંટણી

NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડે સંસદ ભવનમાં આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય ભાજપના નેતાઓ સામેલ થયા હતા. 

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડેની ઉમેદવારી પહેલા તેમનું સમર્થન કરી રહેલા સાંસદો સાથે મુલાકાત કરી હતી. કેન્દ્રમાં સત્તાધારી એનડીએએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેને આગામી 6 ઓગસ્ટે થનારી ઉપરાષ્ટ્રપતિની ચૂુંટણીમાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જો તેઓ ચૂંટણી જીતી જાય તો, આ મહત્વપૂર્ણ સંવૈધાનિક પદ પર પહોંચનારા રાજસ્થાનના બીજા નેતા હશે. 

રાજસ્થાનથી આ અગાઉ ભેરો સિંહ શેખાવત દેશના ઉપરાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. તેમમે ઓગસ્ટ 2002થી જૂલાઈ 2007 સુધી 11માં ઉપરાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો. ધનખડે મૂળ તો રાજસ્થાનના શેખાવટી વિસ્તારમાંથી આવે છે. ભેરો સિંહ શેખાવત પણ શેખાવટીમાંથી જ આવતા હતા. જેમાં સીકર, ઝુંઝનું અને ઉત્તર પૂર્વી રાજસ્થાનની આજૂબાજૂનો વિસ્તાર છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પોતાની ભૂમિકા પહેલા 71 વર્ષિય ધનખડે એક ખ્યાતનામ વકીલ રહી ચુક્યા છે. તેમણે રાજસ્થાનમાં જાટ સમુદાયને અન્ય પછાત વર્ગનો દરજ્જો અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જાટ સમુદાયમાંથી આવતા ધનખડ સમાજવાદી પૃષ્ઠભૂમિના રહ્યા છે અને તેઓ પૂર્વ પ્રધાનમંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ