બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / NDA meeting Delhi all opposition parties in Bengaluru NDA meeting is going to be held in Delhi

બેઠક vs બેઠક / આ દેખે જરા, કિસ મેં કિતના હૈ દમ: દિલ્હીમાં BJP તો બેંગલુરુમાં વિપક્ષ કરશે શક્તિપ્રદર્શન, 2024 પહેલા જુઓ કઈ પાર્ટી કોની સાથે

Pravin Joshi

Last Updated: 12:26 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું કહેવામાં આવી રહ્યું છે કે એનડીએની બેઠકમાં ભાજપના ઘણા વર્તમાન અને નવા સહયોગીઓની હાજરી જોવા મળશે, કારણ કે સત્તાધારી પક્ષ ભાજપે નવા ગઠબંધન બનાવવા અને ગઠબંધન છોડનારાઓને પાછા લાવવા માટે ઘણું કામ કર્યું છે.

  • વિપક્ષી પાર્ટીઓ સામે ભાજપનું શક્તિ પ્રદર્શન
  • NDAએ પણ દિલ્હીમાં બેઠકનું આયોજન કર્યું 
  • 38 પાર્ટીઓ આ બેઠકમાં ભાગ લેશે : નડ્ડા

બેંગલુરુમાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકની સાથે બીજેપીના નેતૃત્વ હેઠળના NDAએ પણ દિલ્હીમાં બેઠક બોલાવી છે. મંગળવારે 18 જુલાઈના રોજ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ તેના સહયોગીઓને બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. આ બંને બેઠકોને શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહી છે. જેમાં એ જણાવવામાં આવશે કે આગામી લોકસભા ચૂંટણી માટે કેટલા પ્રાદેશિક પક્ષો કોની સાથે છે અને કોની ઉપર છે.

PM મોદી સાથે બેઠક કરવા પહોંચ્યા ગૃહમંત્રી શાહ અને JP નડ્ડા, જાણો કયા  મુદ્દાઓને લઈને થઈ ચર્ચા / Home Minister Shah and JP Nadda arrived to meet  with PM Modi issues discussed

ઘણી નવી પાર્ટીઓ પણ જોડાઈ શકે છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે એનડીએની બેઠકમાં ભાજપના ઘણા વર્તમાન અને નવા સહયોગીઓની હાજરી જોવા મળશે, કારણ કે સત્તાધારી પક્ષ ભાજપે નવા ગઠબંધન બનાવવા અને ગઠબંધન છોડનારાઓને પાછા લાવવા માટે ઘણું કામ કર્યું છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે કહ્યું કે 38 પાર્ટીઓ આ બેઠકમાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએની આ બેઠકમાં તમામ પ્રદેશોના પ્રતિનિધિઓ સામેલ થશે અને વિપક્ષની ટીકા વચ્ચે એનડીએની તાકાતનું પ્રદર્શન કરવામાં આવશે. વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે ભાજપ તેના સહયોગીઓને સાથે લઈ શકવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં તમામ સહયોગીઓને એક મંચ પર લાવવા ભાજપ માટે મોટો પડકાર હશે.

PM મોદી સાથે બેઠક કરવા પહોંચ્યા ગૃહમંત્રી શાહ અને JP નડ્ડા, જાણો કયા  મુદ્દાઓને લઈને થઈ ચર્ચા / Home Minister Shah and JP Nadda arrived to meet  with PM Modi issues discussed

જૂના સંબંધો તૂટ્યા બાદ ભાજપના નવા મિત્રો

બિહારમાં જનતા દળ (યુનાઇટેડ), મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને અકાલી દળ જેવા તેના ઘણા જૂના સાથીઓને ગુમાવ્યા પછી ભાજપ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથની આગેવાની હેઠળ શિવસેના સાથે ગઠબંધન કરવામાં સફળ રહી છે. શિંદે જે હવે વાસ્તવિક શિવસેના ગણાય છે. બીજી તરફ, NCPના અજિત પવારની આગેવાની હેઠળના જૂથ, ઓપી રાજભરની આગેવાની હેઠળની SBSP અને ઉત્તર પ્રદેશમાં જીતન રામ માંઝીની આગેવાની હેઠળના હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર) અને ઉપેન્દ્ર કુશવાહાની આગેવાની હેઠળની RLSPને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આમંત્રણ આપ્યું છે.

અમિત શાહની અધ્યક્ષતામાં આજથી ગૃહમંત્રીઓની ચિંતન શિબિર, આ રાજ્યોના CM પર  રહેશે સૌની નજર | All eyes will be on the CMs of these states, home  ministers' contemplation camp under the ...
આ શક્તિ પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. તામિલનાડુના AIADMK અને આંધ્રપ્રદેશના પવન કલ્યાણની જનસેના જેવા પક્ષો અન્ય પક્ષો પૈકી એક છે જે બેઠકમાં હાજર રહેશે, ઉપરાંત પૂર્વોત્તર રાજ્યો અને દેશના અન્ય ભાગોના કેટલાક પક્ષો પણ હાજર રહેશે. પીએમ મોદીના બીજા કાર્યકાળમાં આ પ્રકારની પ્રથમ બેઠક છે, જેમાં તમામ નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

પ્રાદેશિક પક્ષો પાસેથી તાકાત વધારવાનો પ્રયાસ 

કોઈપણ ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોનું ખૂબ મહત્વનું યોગદાન હોય છે. એટલા માટે તેઓ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં ઘણી બેઠકો પર ચૂંટણીને સંતુલિત કરવામાં મહત્વપૂર્ણ બની શકે છે. ભાજપ સતત ત્રીજી વખત લોકસભામાં પોતાની બહુમતી જાળવી રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. મહારાષ્ટ્રમાં વિપક્ષને સંપૂર્ણ રીતે ખતમ કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે, જેને ભાજપની મોટી વ્યૂહાત્મક જીત તરીકે જોવામાં આવી રહી છે.

જે ફોર્મ્યુલાથી ગુજરાત જીત્યું, તેના આધારે 2024માં પણ મળશે જીત? BJPએ 1 વર્ષ  પહેલા જ બનાવી લીધો માસ્ટર પ્લાન | Based on the formula which won Gujarat,  will win in 2024 also?

કુશવાહાએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું

ઉપેન્દ્ર કુશવાહ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ એનડીએની બેઠકમાં ભાગ નહીં લે, આ દરમિયાન આવી તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા તેમણે કહ્યું કે કેટલાક લોકોએ બિનજરૂરી ભ્રમણા ન ફેલાવવી જોઈએ. હું આવતીકાલે એનડીએની બેઠકમાં હાજરી આપીશ. આ માટેનું આમંત્રણ ગઈકાલે જ મળ્યું છે. બીજી તરફ ચિરાગ પાસવાને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે, જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પણ NDAની બેઠકનો ભાગ બનશે. એનસીપીના અજિત પવાર જૂથના સાંસદ પ્રફુલ પટેલે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અજિત પવાર સાથે દિલ્હીની બેઠકમાં હાજર રહેશે.

Tag | VTV Gujarati

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

બીજી તરફ વિપક્ષી પાર્ટીઓની બેઠક પહેલા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં એનડીએની બેઠક પર નિશાન સાધવામાં આવ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે વિપક્ષી એકતા ભારતીય રાજકીય પરિદ્રશ્ય માટે ગેમ ચેન્જર સાબિત થશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે જેઓ વિપક્ષી પાર્ટીઓને એકલા હાથે હરાવવાની વાત કરતા હતા તેઓ હવે લગભગ સમાપ્ત થઈ ગયેલા NDAમાં નવો પ્રાણ પૂરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસે જણાવ્યું કે બેઠકમાં કુલ 26 વિપક્ષી દળો ભાજપ વિરુદ્ધ એક થયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ