બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Nawazuddin Siddiqui filed a rape case by his ex-wife, know what she said while crying?

ક્રાઈમ / નવાઝુદ્દીન સિદ્દીકી પર તેની પૂર્વ પત્નીએ દાખલ કરાવ્યો રેપનો કેસ, જાણો રડતા રડતા શું કહ્યું ?

Vishal Khamar

Last Updated: 08:46 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાની લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે આલિયાએ નવાઝની માતા પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. આલિયાનું કહેવું હતું કે નવાઝના પરિવારવાળા તેનું શોષણ કરી રહ્યા છે અને તેને પોતાની મિલકતમાંથી બર તરફ કરી રહ્યા છે.

  • નવાઝુદ્દીન સિદ્દીકી પર તેની પૂર્વ પત્ની આલિયાએ રેપનો કેસ દાખલ કર્યો
  • આલિયાએ  અભિનેતા નવાઝુદ્દીનને અહંકારી ગણાવ્યો 
  • નવાઝુદ્દીન તરફથી કહેવામાં આવ્યું છે કે આલિયા તેનાથી ઘણા સમય પહેલા જ અલગ થઈ ગઈ છે

નવાઝુદ્દીન સિદ્દીકી પર તેની પૂર્વ પત્ની આલિયાએ રેપનો કેસ દાખલ કર્યો છે. આલિયાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર લખ્યું, 'નવાઝની નિર્દય માતા મારા માસૂમ બાળકને નાજાયજ કહે છે અને આ માણસ ચૂપ રહે છે,   વર્સોવા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જ   તેની વિરુદ્ધ રેપની ફરિયાદ (પુરાવા સાથે) નોંધાવી છે.   ગમે તે થાય પરંતુ હું મારા માસૂમ બાળકોને આ નિર્દયી માણસના હાથમાં નહીં દઉં.

બાળકોના ડાયપર ન બદલનાર તેની કસ્ટડી માંગી રહ્યો છે
આલિયાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે રડતા કહી રહી છે કે, 'નવાઝ   બાળકોની કસ્ટડી ઈચ્છે છે, પરંતુ હું તમારા લોકો પાસેથી જાણવા માંગુ છું કે જે માણસને ખબર નથી કે તેના બાળકો ક્યારે નાનાથી મોટા થઈ ગયા છે. જેને બાળકોના ડાયપર બદલવાનું પણ આવડતું નથી તે આજે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મારા બાળકો મારાથી છીનવી લેવા માંગે છે. આજે આ બધું કરીને તે પોતાને એક મહાન પિતા તરીકે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

નવાઝે મને ફાઈનાન્શિયલી નબળી કરી રાખી છે
આલિયાએ વીડિયોમાં આગળ કહ્યું, 'તમારા પૈસાથી તમે ગમે તેને   ખરીદો, તમે મારા બાળકોને મારાથી અલગ નહીં કરી શકો. તમે મને પોતાની પત્ની નથી માનતા, જ્યારે મેં તમને હંમેશા મારા પતિ તરીકે સ્વીકાર કર્યા છે.   દરેક ડોક્યૂમેન્ટમાં મેં તને મારો પતિ માન્યો છે, પરંતુ તે મને છેતરી છે.   આ બાબત મારા માટે સહન કરવી મુશ્કેલ છે.

મે મારી જિંદગીના મહત્વપૂર્ણ 40 વર્ષ તારી સાથે પસાર કર્યા છે. આજે મારી પાસે એક-એક રુપિયાની અછત છે. આ વાત મે કોઈને નહોતી કરી, પરંતુ હવે જણાવી રહી છુ કારણ કે તેણે (નવાઝ)મને ચારે બાજુથી નબળી પાડીને રાખી છે. 

આલિયાએ કહ્યું -નવાઝની ડાર્ક સાઈડ પણ જોવી જોઈએ
આલિયાએ નવાઝુદ્દીનને અહંકારી ગણાવ્યો છે. તેણે આગળ કહ્યું,   મને લાગે છે કે આ માણસ સત્તાના ચક્કરમાં પાગલ થઈ ગયો છે. બાળકો આજે પણ   મારી સાથે ચોંટીને સૂઈ જાય છે, તેણે ક્યારેય તેમને ગળે લગાવ્યા નથી.   મને કોર્ટ પર   પૂરો વિશ્વાસ છે એટલે   મને ખાતરી છે કે નિર્ણય મારી તરફેણમાં આવશે. આપ સૌને વિનંતી છે કે આ માણસની ડાર્ક સાઈડ પણ જુઓ.

છેલ્લા એક મહિનાથી નવાઝ પર સંકટના વાદળો ઘેરાયેલા છે
નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાની લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે આલિયાએ નવાઝની માતા પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.   આલિયાનું કહેવું હતું કે નવાઝના પરિવારવાળા તેનું શોષણ કરી રહ્યા છે અને તેને પોતાની મિલકતમાંથી બર તરફ કરી રહ્યા છે. 

બીજી તરફ નવાઝુદ્દીન તરફથી કહેવામાં આવ્યું છે કે આલિયા તેનાથી ઘણા સમય પહેલા જ અલગ થઈ ગઈ છે, પરંતુ હવે તે પ્રોપર્ટી અને બંગલા પર   ગેરકાયદેસર રીતે કબજો કરવા માંગે છે. આલિયાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે નવાઝ પર પોતાનો ગુસ્સો કાઢતી જોવા મળી રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ