ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / VIDEO: એરપોર્ટ પર પૈસા બચાવવા માટે મહિલાએ અજમાવી ગજબ ટ્રિક, જુઓ વીડિયો

OMG / VIDEO: એરપોર્ટ પર પૈસા બચાવવા માટે મહિલાએ અજમાવી ગજબ ટ્રિક, જુઓ વીડિયો

Published By: Pravin Joshi

Last Updated: 03:26 AM, 19 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં એક મહિલાની ગજબની ઘટના સામે આવી છે, જેમાં તેણીએ નાસ્તા પર હજારો રૂપિયા કેવી રીતે બચાવ્યા તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનો વિચાર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને બધા તેના વખાણ કરી રહ્યા છે.

ADVERTISEMENT

દિલ્હી એરપોર્ટ પરથી એક મહિલાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તેણે બતાવ્યું કે કેવી રીતે તેણે સ્માર્ટ વિચારીને હજારો રૂપિયાનો ખર્ચ બચાવી લીધો. તેનો આ આઈડિયા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને લોકો તેની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

ઘટના દિલ્હીના એરપોર્ટ T1 ટર્મિનલની છે. અહીં એક મુસાફરનું થોડા કલાકોનું લેયઓવર હતું. એરપોર્ટ પર સ્નેક્સ અને અન્ય વસ્તુઓના ઊંચા ભાવ જોઈને તેણે એક અલગ રસ્તો અપનાવ્યો. તેણે એરપોર્ટની અંદર જ Blinkit એપ પરથી સ્નેક્સ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ ઓર્ડર કરી દીધા. થોડા જ મિનિટોમાં Blinkit ડિલિવરી બોય ટર્મિનલની અંદર આવી ગયો અને આખો ઓર્ડર હાથવગો થઈ ગયો. મુસાફરે કહ્યું કે આ તો મારા માટે ગેમ-ચેન્જર ટ્રાવેલ હેક સાબિત થયું — ન કોઈ ઝંઝટ, ન વધારે ખર્ચ, અને કામ પણ ફટાફટ થઈ ગયું!

મુસાફરે કેવી રીતે બચાવ્યા રૂપિયા?

મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો જેમાં લખેલું હતું, તમે એરપોર્ટ પર ₹1000ના સ્નેક્સ ખરીદવાથી બચી શકો છો, કારણ કે Blinkit હવે T1 ટર્મિનલ સુધી ડિલિવરી કરે છે. તે મહિલાએ જણાવ્યું કે તે ગ્વાલિયરથી સિંગાપુર જઈ રહી હતી અને દિલ્હી એરપોર્ટ પર લેયઓવર દરમિયાન સમજાયું કે તે સ્નેક્સ અને પર્સનલ કેર વસ્તુઓ પેક કરવી ભૂલી ગઈ હતી. ત્યારે જ વિચાર આવ્યો કે Blinkit થી ટ્રાય કરવી જોઈએ અને ઓર્ડર કરતા જ 10–15 મિનિટમાં વસ્તુઓ પહોંચી ગઈ.

સોશિયલ મીડિયા પર ધૂમ

વીડિયો પોસ્ટ થયા બાદ થોડા જ સમયમાં તેને 6 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા. ઘણા યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે આ આઈડિયા ખરેખર ટ્રાવેલિંગ માટે ખૂબ ઉપયોગી છે. એક યુઝરે લખ્યું, ભારતમાં આવી ફાસ્ટ ડિલિવરી સર્વિસ ખરેખર કમાલ છે., બીજા યુઝરે મજાકમાં કહ્યું, હવે સ્નેક્સ પેક કરવાની ટેન્શન નહીં, Blinkit છે તો ચિંતા શું. કેટલાએ તો લખ્યું કે તેઓ હવે તેમની આગામી મુસાફરીમાં આ જ રીત અપનાવશે.

આ પણ વાંચો: ઢાકાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભીષણ આગ લાગી, તમામ ફ્લાઈટ કેન્સલ, જુઓ વીડિયો

Blinkit જેવી સર્વિસ કેવી રીતે બની રહી છે ગેમ-ચેન્જર

Blinkit, Swiggy Instamart જેવી ઇન્સ્ટન્ટ ડિલિવરી સર્વિસિસે મુસાફરો માટે ઘણો આરામ આપ્યો છે. પહેલાં એરપોર્ટ પર નાની વસ્તુ માટે પણ મોટો ખર્ચ થતો, હવે એ જ વસ્તુઓ ઓછા ભાવે થોડા મિનિટમાં મળી જાય છે. આ નવી ટ્રાવેલ હેક સમય અને પૈસા બંને બચાવે છે, ખાસ કરીને એવા મુસાફરો માટે જેમને લાંબી ફ્લાઇટ કે લેયઓવરનો સામનો કરવો પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tricktosavemoneyatairport ViralVideo Blinkit

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ