ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / Video: 'એટલી ગોળીઓ ધરબી દઇશ કે...', પેટ્રોલ પંપ યુવતીએ ખુલ્લેઆમ રિવોલ્વર નીકાળી, અને પછી જે દ્રશ્યો સર્જાયા...!

Viral / Video: 'એટલી ગોળીઓ ધરબી દઇશ કે...', પેટ્રોલ પંપ યુવતીએ ખુલ્લેઆમ રિવોલ્વર નીકાળી, અને પછી જે દ્રશ્યો સર્જાયા...!

Published By: Nidhi Panchal

Last Updated: 03:11 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના બિલગ્રામ શહેરમાં પેટ્રોલ પંપ પર એક યુવતી દ્વારા રિવોલ્વર તાકી કર્મચારીને ધમકી આપવાનો ચોંકાવનારૂ વીડિયો સામે આવ્યો છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના બિલગ્રામ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના એક પેટ્રોલ પંપ પર CCTV ફૂટેજમાં જોવા મળ્યું કે એક યુવતીનો ગુસ્સો એટલો વધી ગયો કે તેણે પોતાના બેગમાંથી રિવોલ્વર કાઢીને પેટ્રોલ પંપના કર્મચારી પર તાક્યું અને જીવથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટના સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

revolvar

ઘટનાની માહિતી મુજબ, યુવતી પોતાના પરિવાર સાથે પેટ્રોલ પંપ પર CNG ભરાવવા આવી હતી. એ દરમ્યાન કોઈ બાબતે પરિવારના સભ્યો અને કર્મચારી વચ્ચે વાદ વિવાદ શરૂ થયો. વાત એટલી વધી ગઈ કે યુવતી ગુસ્સામાં આવી ગઈ અને તરત જ પોતાનું વર્ચસ્વ બતાવવા માટે રિવોલ્વર કાઢી. તેણે કર્મચારીની છાતી પર તાકી કહ્યું કે, "હું એટલી ગોળીઓ મારીશ કે તને ઓળખી પણ શકાશે નહીં."

CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જેમ જ કર્મચારી પરિવારને સલામતી માટે કારમાંથી બહાર આવવા કહે છે, તેમજ યુવતીનો ગુસ્સો બહાર ફાટી નીકળે છે. છોકરી સાથેના પરિવારના લોકો પણ હુમલામાં જોડાઈ જાય છે અને કર્મચારીને માર મારી દે છે. ઘટનાના દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકો ઘબરાઈ જાય છે અને પરિસ્થિતિને શાંત કરવાની કોશિશ કરે છે.

app promo5

આ પણ વાંચો : VIDEO : કપિરાજે 500-500 રૂપિયાની નોટ લૂંટી ઝાડ પર બેસી કર્યો વરસાદ, જાણો પછી શું થયું ?

ઘટનાની જાણ થતાંજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જાય છે. પોલીસે યુવતી અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા કેસ નોંધ્યો છે. સાથે યુવતી પાસેથી રિવોલ્વર અને કારતૂસ ઝપ્ત કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો @WeUttarPradesh નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે, જે બાદ લોકોમાં આ ઘટના અંગે ભારે રોષ છે. લોકો એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જાહેર સ્થાને આવા હથિયારો સાથે આવી રીતે ધમકી આપવી કેટલૂ યોગ્ય છે? હરદોઈમાં બનેલી આ ઘટના પબ્લિક સુરક્ષા પર પણ સવાલ ઉભા કરે છે. પોલીસ હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારી રહી છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

girl threat Hardoi petrol pump Uttar Pradesh

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ