ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO : કપિરાજે 500-500 રૂપિયાની નોટ લૂંટી ઝાડ પર બેસી કર્યો વરસાદ, જાણો પછી શું થયું ?

વાયરલ / VIDEO : કપિરાજે 500-500 રૂપિયાની નોટ લૂંટી ઝાડ પર બેસી કર્યો વરસાદ, જાણો પછી શું થયું ?

Published By: Priykant Shrimali

Last Updated: 10:10 AM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monkey Viral Video : હિલ સ્ટેશનનો એક ચોંકાવનારો વીડિયો, કપિરાજ ઝાડની ઊંચી ડાળી પર બેઠા-બેઠક કરી રહ્યા છે 500 રૂપિયાની નોટોનો વરસાદ

ADVERTISEMENT

Monkey Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામ અવાર-નવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. આ ક્રમમાં વધુ એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં તમિલનાડુના પ્રખ્યાત હિલ સ્ટેશન કોડાઈકેનાલનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં એક કપિરાજ ઝાડની ઊંચી ડાળી પર બેઠા છે અને 500 રૂપિયાની નોટો જમીન પર ફેંકી રહ્યા છે. આ ઘટના કોડાઈકેનાલમાં ગુના ગુફાઓ પાસે બની હોવાનું કહેવાય છે, જ્યાં આ ઉનાળામાં 5 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. તાજેતરમાં મલયાલમ ફિલ્મ 'મંજુમ્મલ બોય્ઝ' પછી આ સ્થળ વધુ પ્રખ્યાત બન્યું છે.

પ્રવાસીઓ પાસેથી નોટોનું બંડલ છીનવાયું

અહેવાલો અનુસાર કર્ણાટકથી આવેલા કેટલાક પ્રવાસીઓની બેગમાંથી એક કપિરાજે 500 રૂપિયાની નોટોનું બંડલ ચોરી લીધું. બધાને લાગ્યું કે, હવે પૈસા ખતમ થઈ ગયા છે પરંતુ કપિરાજના આગળના પગલાથી પણ વધુ આઘાતજનક હતું. તે ઝાડની સૌથી ઊંચી ડાળી પર ચઢી ગયા અને એક પછી એક નોટો કાઢીને નીચે ફેંકવાનું શરૂ કર્યું.આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર એક પ્રવાસીએ રેકોર્ડ કર્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કપિરાજ વાંદરો કેવી રીતે માનવ જેવી રીતે નોટો ફાડવાનો પ્રયાસ કરે છે અને પછી તેને નીચે ફેંકી દે છે.

આ પણ વાંચો : VIDEO : બેવફા સોનમ! જંગલમાં રાજા સાથે જતી દેખાઈ સોનમ રઘુવંશી! વાયરલ વીડિયોની આવી સચ્ચાઈ

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ કપિરાજ પણ પૈસાનું મહત્વ સમજી ગયા છે. તે જ સમયે કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો કે, શું આ 500 રૂપિયાની નોટ ખરેખર વાસ્તવિક છે. મહત્વનું છે કે, કોડાઈકેનાલમાં કપિરાજ દ્વારા પ્રવાસીઓ પાસેથી વસ્તુઓ છીનવી લેવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. અગાઉ પણ આવા ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં કપિરાજ બધું જ ચોરી કરતો જોવા મળે છે-ક્યારેક પ્રવાસીનો મોબાઈલ, ક્યારેક નાસ્તો અને હવે રોકડ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tamil Nadu Monkey viral video Kodaikanal

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ