બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : બેવફા સોનમ! જંગલમાં રાજા સાથે જતી દેખાઈ સોનમ રઘુવંશી! વાયરલ વીડિયોની આવી સચ્ચાઈ
Last Updated: 10:10 AM, 16 June 2025
Raja Raghuvanshi Case : રાજા રઘુવંશી હત્યા કેસમાં દરરોજ એક બાદ એક મોટી અપડેટ સામે આવી રહી છે. વાસ્તવમાંકપલના રોજ નવા વીડિયો સામે આવી રહ્યા છે. હવે બંનેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વાયરલ વીડિયોની VTV DIGITAL કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
આ વાયરલ વીડિયોમાં બંને કથિત રીતે જંગલમાં ટ્રેકિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો તેમની પાસેથી પસાર થતા અન્ય એક પ્રવાસીએ બનાવ્યો હોવાનું પણ કહેવાય છે. જોકે એવી પણ ચર્ચા છે કે, એક મહિલાએ આ વીડિયો બનાવ્યો છે. અહીં એ ખાસ નોંધનીય છે કે, હજી સુધી આ વાયરલ વીડિયોને લઈ કોઈ સત્તાવાર વિગત સામે આવી નથી.
આ વીડિયો પછી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ કપલનો એક સાથેનો છેલ્લો વીડિયો હોઈ શકે છે. હાલમાં શિલોંગ કે ઇન્દોર પોલીસે આ વીડિયો વિશે કોઈ માહિતી શેર કરી નથી. શિલોંગ પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. જો પોલીસ તેની તપાસમાં દંપતીના આ નવા વીડિયોને સામેલ કરે છે તો તેને ખબર પડશે કે રાજાની હત્યાના કેટલા કલાક પહેલા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તે ગુનાના સ્થળથી કેટલો દૂર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાથમાં લાકડી, સોનમની નજર કેમેરા પર
આ થોડીક સેકન્ડના વીડિયોમાં સામેથી કપલનું ફૂટેજ છે બંને જંગલમાં ક્યાંક ટ્રેકિંગ કરી રહ્યા છે. પછી બીજી એક મહિલા પોતાનો વ્લોગ બનાવી રહી છે જેમાં બંને કેદ થઈ ગયા છે. વીડિયોમાં આગળ સોનમ રઘુવંશી હાથમાં લાકડી લઈને ચાલતી જોવા મળે છે. કેમેરા જોયા પછી તે દૂરથી સતર્ક દેખાય છે. જેમ જેમ તે કેમેરાની નજીક આવે છે તેમ તેમ તેની નજર કેમેરાના લેન્સ પર સ્થિર જોવા મળે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજાના હાથમાં હતી બોટલ
સોનમના ચહેરા પર શંકાસ્પદ હાવભાવ દેખાય છે જાણે કે તે વીડિયો બનવાથી બચવાનો પ્રયાસ કરી રહી હોય. પરંતુ તે અચાનક સામે આવેલા કેમેરાથી બચી શકી નહીં અને તેને જોયા પછી આગળ વધી ગઈ. જ્યારે રાજા તેની પાછળ પાણીની બોટલ અને હાથમાં કપડાં લઈને આવતો જોવા મળે છે. તે સોનમની પાછળ આગળ વધે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સોનમ શિલોંગ પોલીસના રિમાન્ડ પર છે. રાજાનો મૃતદેહ ખાડામાં પડેલો મળી આવ્યો હતો આ કેસમાં પોલીસે સોનમ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.