ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO: Reelsનો શોખ YouTuberને ભારે પડ્યો! મિત્રોની નજર સામે જ યુવક રમકડાંની જેમ તણાયો

વાયરલ / VIDEO: Reelsનો શોખ YouTuberને ભારે પડ્યો! મિત્રોની નજર સામે જ યુવક રમકડાંની જેમ તણાયો

Published By: Nidhi Panchal

Last Updated: 01:11 PM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના ડુડુમા ધોધ પર વીડિયો શૂટ કરતી વખતે 22 વર્ષીય યુટ્યુબર સાગર ટુડુ અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો. આ હૃદયદ્રાવક ઘટના કેમેરામાં કેદ થઈ અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

આજના સમયમાં દરેક લોકો પોતાને ફેમસ થવા પર લાગ્યા છે. જે કારણે ઘણી વાર લોકો એવી હરકત કરી જાય છે. જેની કોઈએ આશા પણ ન કરી હોય! એવામાં ઘણી વાર લોકો ફેમસ થવા માટે પોતાનું જીવ પણ જોખમમાં નાખી દેતા હોય છે. ત્યારે ઓડિશાના કોરાપુટ જિલ્લાના પ્રખ્યાત ડુડુમા ધોધ પર એક ચોંકાવી નાખે એવી ઘટના બની છે.

Viral-video

ગંજામ જિલ્લાના બહેરામપુરનો રહેવાસી 22 વર્ષીય યુટ્યુબર સાગર ટુડુ પોતાના મિત્ર સાથે રીલ્સ અને વિડિયો બનાવવા ધોધ પર ગયો હતો. બંને ડ્રોન કેમેરાની મદદથી ધોધના સુંદર દ્રશ્યો કેદ કરી રહ્યા હતા. આ દરમિયાન સાગર એક મોટા પથ્થર પર ઊભો રહીને વિડિયો શૂટ કરી રહ્યો હતો. પરંતુ અચાનક મચ્છુન્ડા ડેમમાંથી પાણી છોડાતા ધોધનો પ્રવાહ તેજ થઈ ગયો. પળવારમાં જ પાણીના જોરદાર વહેણે સાગરને પોતાની સાથે લઈ લીધો અને તે તણાઈ ગયો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.

app promo5

વીડિયો વાયરલ

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પાણીનો પ્રવાહ એટલો શક્તિશાળી હતો કે સાગરને પોતાને સંભાળવાની તક પણ મળી નહીં. તે પલટી ખાઈને વહેણ સાથે આગળ તણાઈ ગયો. આ દરમિયાન તેનો મિત્ર અને આસપાસ હાજર લોકો સતત બૂમો પાડી તેને બચાવવાનો પ્રયત્ન કરતા રહ્યા, પરંતુ કોઈને પણ પાણીની નજીક જવાની હિંમત ન થઈ.

વીડિયોમાં શું લખ્યું છે ?

આ વીડિયોને અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. @viprabuddhi નામના X (ટ્વિટર) હેન્ડલ પરથી પણ આ વીડિયો શેર કરતા લખવામાં આવ્યું કે "વિડિયો શૂટ કરતી વખતે 22 વર્ષીય યુટ્યુબર ડુડુમા ધોધમાં તણાઈ ગયો." વીડિયોને લઈ નેટીઝન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો : VIDEO: આવી ફાઈટ નહીં જોઈ હોય, મેટ્રોમાં મહિલા વચ્ચે ઢીસુમ ઢીસુમ

માહિતી મળતા ટીમ પહોંચી

આ અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી યુટ્યુબર સાગર ટુડુનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે જણાવ્યું કે પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાને કારણે રેસ્ક્યૂ ઑપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. આ ઘટના પછી પર્યટન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે પ્રવાસીઓ અને મુલાકાતીઓને અગાઉથી ચેતવણી આપવામાં આવવી જોઈએ, જેથી આવા દુર્ઘટનાઓ ટાળી શક્યા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Odisha Duduma Waterfall YouTuber drowned

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ