બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અભિનેતા વિજયની રેલીમાં થયેલી નાસભાગમાં મૃત્યુઆંક વધ્યો, ઈજાગ્રસ્તોની સંખ્યા 50 પર પહોંચી

દુખદ / અભિનેતા વિજયની રેલીમાં થયેલી નાસભાગમાં મૃત્યુઆંક વધ્યો, ઈજાગ્રસ્તોની સંખ્યા 50 પર પહોંચી

Jay Bhatt

Last Updated: 06:14 AM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે (27 સપ્ટેમ્બર 2025) અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની રેલીમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં મૃત્યુઆંક વધી ગયો છે.

Karur Stampede : તમિલનાડુના રાજકારણમાં નવો પ્રવેશ કરનાર અભિનેતા અને TVK (તમિલગા વેત્રી કઝગમ)ના નેતા વિજયની કરૂરમાં ભવ્ય રેલીનું આયોજન શનિવારે (27 સપ્ટેમ્બર 2025)ના રોજ કરવામાં આવ્યું હતું. જો કે આ રેલીમાં નાસભાગ સર્જાઈ હતી. જેમાં મૃત્યુઆંક વધીને 39 થઈ ગયો છે જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા 50 થઈ છે.

મોતનો આંકડો હજુ પણ વધી શકે

મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામલે છે. વિજય રેલીમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે જ દુર્ઘટના સર્જાઈ હતી. પરિસ્થિતિ બેકાબૂ બની જતા વિજયે અધવચ્ચે જ ભાષણ અટકાવી દેવાની ફરજ પડી હતી. મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. નોંધનીય છે કે, રેલીમાં અભિનેતા વિજયને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, વધુ પડતા માણસો ભેગા થઈ જવાના કારણે અફરાતફરી અને ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી.

રાજ્ય સરકાર દ્વારા રાહત સહાય જાહેર

આ દુ:ખદ ઘટના બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવારોને 10 લાખની રાહત જાહેર કરી હતી. દુર્ઘટના અંગે જાણ થતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી અને કેન્દ્ર તરફથી સંપૂર્ણ સહાયનું આશ્વાસન આપ્યું હતું. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો અને તાત્કાલિક તપાસ માટે પેનલની રચના કરી. આ ઘટના વિજયના રાજકીય અભિયાનને મોટો આઘાત છે.

vtv app promotion

PM મોદી દુઃખ વ્યક્ત કર્યું હતું

કરુરમાં થયેલી નાસભાગની દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'તમિલનાડુના કરુરમાં એક રાજકીય રેલી દરમિયાન બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના અત્યંત પીડાદાયક છે. મારી સંવેદના એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આ કઠિન સમયમાં ઇશ્વર તેમને શક્તિ પ્રદાન કરે. તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.' PM મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો : મોતની નાસભાગમાંથી કેવી રીતે બચવું?, ભીડમાં ફસાયા હોય તો શું કરવું?, જાણો સેફ્ટી ટીપ્સ

અભિનેતા વિજયે વ્યક્ત કર્યું દુ:ખ

આ ઘટનાને લઈને એક્ટર વિજયે સોશિયલ મીડિયા પર પોતાના દિલના દુઃખને વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, મારું દિલ તૂટી ગયું છે. હું અસહ્ય પીડા અને શોકમાં તડપી રહ્યો છું, જેને શબ્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી. વિજયે આગળ લખ્યું કે, કરૂરની આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારજનોને હું હૃદયપૂર્વક સંવેદના પાઠવું છું. સાથે જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દરેક વ્યક્તિના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

vijay thalapathy karur Stampede tragedy karur News
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ