બ્રેકિંગ ન્યુઝ
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બે દિવસ પહેલા ( 26 જૂન ગુરુવાર) એક મોટી દુર્ઘટના થઈ હતી, જેમાં મુસાફરોથી ભરેલી બસ અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં રાજગઢ, MPના 42 વર્ષીય વિશાલ સોની અને તેમની પત્ની 41 વર્ષીય ગૌરી સોનીનું પણ મોત થયું છે.
ADVERTISEMENT
પાર્થનો વીડિયો વાયરલ
આ દુ:ખદ બસ દુર્ઘટનામાં માતા-પિતાને ગુમાવ્યા બાદ રસ્તા પર રડતા તેમના પુત્ર પાર્થનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમે પણ રડી પડશો. માતા-પિતાના મૃત્યુ પછી, 10 વર્ષનો પાર્થ રસ્તાની બાજુમાં બેઠો છે અને ભગવાન બદ્રીનાથને હાથ જોડીને, નીચે અલકનંદા નદી પર આંખો રાખીને રડતા રડતા કહે છે કે, 'હે બદ્રી-વિશાલ, તમે આ શું કર્યું? અમે શું ખોટું કર્યું? અમે તમારા ભક્ત હતા!' બાળકનો આ હૃદયદ્રાવક વિડિઓ જોઈને તમારું હૃદય પણ કંપી જશે.
ADVERTISEMENT
“हे बद्री विशाल ये तूने क्या किया
— Ajit Singh Rathi (@AjitSinghRathi) June 27, 2025
क्या गलत किया हे बद्रीनाथ,
हे बद्री विशाल ये क्या किया”
ये सवाल बद्री विशाल से उस बच्चे ने किया, बस हादसे में जिसके माँ बाप मर चुके है। यह वीडियो कल का रुद्रप्रयाग का है, 10 साल के पार्थ की चीख पुकार और बद्रीनाथ से किए सवाल सुनकर कलेजा फट… pic.twitter.com/kqT2q80H8G
પાર્થ હજુ પણ આઘાતમાં
ADVERTISEMENT
31 સીટવાળી બસ, જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના 19 શ્રદ્ધાળુઓ હતા, જે બધા એક જ પરિવારના હતા. બસ બદ્રીનાથ રૂટ પર વળાંક પાસે એક પૂરપાટ આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે પાર્થ તેની માતાની બાજુમાં બેઠો હતો. આ ઘટના પછીથી તે આઘાતમાં છે.

ADVERTISEMENT
માતા-પિતા સાથે હતો પાર્થ
પાર્થના કાકા નીલેશ સોનીએ જણાવ્યું હતું કે, 'પાર્થ તેના માતા-પિતા સાથે ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ ગયો હતો, જ્યારે તેની બહેનો તેજસ્વિની અને મનસ્વિની રાજગઢમાં જ રોકાઈ ગઈ હતી. વિશાલ અને ગૌરીના મૃતદેહ શુક્રવારે પરિવારને સોંપવામાં આવ્યા હતા અને શનિવાર સુધીમાં રાજગઢ પહોંચવાની અપેક્ષા છે, ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો : 'એક રાત મારી સાથે....', સસરાની વહુને ઑફર, તો પતિને ફરિયાદ, અને સામેથી જે જવાબ આવ્યો, મગજ ચકરાવે ચડી જશે
મુસાફરોથી ભરેલી બસ નદીમાં પડી ગઈ
ADVERTISEMENT
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલથીર નજીક થયેલા અકસ્માતમાં પાર્થે પોતાનો પરિવાર ગુમાવ્યો છે. જ્યારે 10 જેટલા અન્ય લોકો હજુ પણ ગુમ છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી એનકે રાજવારે જણાવ્યું હતું કે, નદીના તીવ્ર પ્રવાહને કારણે તેમના બચવાની શક્યતા ઓછી છે. ચોથો મૃતદેહ, જેની ઓળખ ઉદયપુરના સંજય સોની (55) તરીકે થઈ છે, તેને શુક્રવારે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળના કર્મચારીઓ દ્વારા મળી આવ્યો હતો. રુદ્રપ્રયાગના જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.