બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'એક રાત મારી સાથે....', સસરાની વહુને ઑફર, તો પતિને ફરિયાદ, અને સામેથી જે જવાબ આવ્યો, મગજ ચકરાવે ચડી જશે

હડકંપ / 'એક રાત મારી સાથે....', સસરાની વહુને ઑફર, તો પતિને ફરિયાદ, અને સામેથી જે જવાબ આવ્યો, મગજ ચકરાવે ચડી જશે

Nidhi Panchal

Last Updated: 10:16 AM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મહિલાએ તેના સસરા સામે અશ્લીલ વર્તન અને દુર્વ્યવહારનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાએ પતિ અને સસરા બંનેની હેરાનગતીથી ત્રસ્ત થઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને દુઃખદ મામલો સામે આવ્યો છે. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીના લગ્ન 2019માં શમશાબાદ રોડ પર આવેલા નેહરુ એન્ક્લેવના એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ દરેક રીતે જીવન સામાન્ય ચાલતું હતું, પરંતુ થોડા સમય પછી મહિલાએ તેના સસરાના વલણમાં અણગમતી બદલાવ જોયો હતો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના સસરા તેના પર ખોટી નજર રાખતા હતા અને અવારનવાર અશ્લીલ વાતો પણ કરતા હતા.

women-harresment

પતિને વાત કરી પરંતુ...

જ્યારે યુવતીએ તેના પતિને આ વિશે ફરિયાદ કરી, ત્યારે આશ્ચર્યજનક રીતે પતિએ તેની સાથે નહીં પણ પોતાના પિતાનો પક્ષ લીધો હતો. પતિએ પત્નીને કહ્યું કે, “તારે પપ્પાની વાત સાંભળવી પડશે,” અને જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો તેને શારીરિક ત્રાસ પણ આપ્યો. મહિલાએ ફરીથી વાંધો વ્યક્ત કર્યો ત્યારે પતિએ કહેલું કે, “હું પણ ઈચ્છું છું કે તું મારા પપ્પાની વાત સાંભળ.”

women-harresment-2

કંટાળીને ભર્યું આ પગલું..

મહિલા આ બધાથી કંટાળીને પોતાના મામાના ઘરે જઈને રહેવા લાગી. પરંતુ દુઃખદ ઘટના ત્યારે બની જ્યારે બે દિવસ પછી સસરા તેનો પીછો કરતા મહિલાના મામાના ઘરે પહોંચ્યા અને એકલી જોઈને તેની સાથે શારીરિક સંબંધોની માગણી કરી. સસરાએ મહિલાને 40 હજાર રૂપિયા આપવાની લાલચ આપીને સંબંધો બાંધવાની ઓફર આપી. જોકે, મહિલાએ તત્કાલ રિએક્ટ કરી અને તેનો વીડિયો બનાવી લીધો. ઉપરાંત, તેની પાસે વોટ્સએપ ચેટ પણ છે, જેમાં સસરાએ પોતાની હરકતો કબૂલી છે.

app promo4

આ પણ વાંચો : કોરોના બાદ હવે રહસ્યમય બીમારીથી હડકંપ, એકસાથે 18 લોકો ઝપેટમાં, 2ની હાલત ગંભીર

મહિલાએ જણાવ્યું કે, સસરાએ માત્ર દુર્વ્યવહાર જ નહીં કર્યો પરંતુ તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. તેણે તમામ પુરાવાઓ વીડિયો, ચેટ અને અન્ય વિગતો પોલીસને સોંપી દીધી છે. હાલમાં પોલીસે આ મામલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે પુરાવાઓના આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, father-in-law obscene offer Agra woman harassment UP crime news
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ